🔥 ट्रेंडिंग जैसार में उभरता जनशैलाब: परिवर्तन की द... रतलाम के गाँव धराड़ में कुएँ में मिली... सियान में फायरक्रैकर फैक्ट्री में विस्... लखनऊ में प्रशिक्षित आपदा मित्रों ने अन... बिहार NEET स्ट्रे वॉइस राउंड 2026 का श... 25 साल बाद, लखनऊ स्टेशन से बिहार चारा...
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠામાં છ મહિનાથી ભાગતા ફરતા અપહરણના આરોપીને પકડી લીધો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 23 अक्टू. 2026, 08:14 PM 👁 31
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેરોજ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા છ મહિનાથી પોલીસ પકડથી ભાગતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા અને ખેરોજ પોલીસની સંયુક્ત ટીમે પકડી પાડ્યો છે..

સાબરકાંઠામાં-:
નાસતા ફરતા અને પેરોલ અને ફર્લો પર ફરાર આરોપીઓને પકડવાની અસરકારક કામગીરી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) દ્વારા સુચના આપવામાં આવી હતી.આ સુચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા (એલ.સી.બી.)ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ.આર. ચૌહાણ (પેરોલ અને ફર્લો એલ.સી.બી.) દ્વારા એલ.સી.બી. સ્ટાફની ટીમ બનાવીને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.ખેરોજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુન્હા નંબર ૧૧૨૦૯૦૦૩૨૬૦૩૫૦/૨૦૨૬ મુજબ, આરોપી પનારામ ધીરારામ ઠાકુર (ઉં. ૨૨, રહે. ટાંપી દઠવા મધોપુરા, પ.ડુંગરી, સાંચોર,જિલ્લો-ઝાલોર,રાજસ્થાન) એ તા. ૨૦/૦૫/૨૦૨૬ ના રોજ ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવીને અપહરણ કરી લીધો હતો.પોલીસ દ્વારા ભોગબનનારને શોધીને મેળવવામાં આવ્યો હતો,પરંતુ આરોપી છ મહિનાથી અલગ અલગ ઠેકાણે છુપાઈને ભાગતો રહેલો હતો. પોલીસ અધિક્ષક સાબરકાંઠા હિંમતનગરની સુચના અનુસાર પેરોલ અને ફર્લો એલ.સી.બી.સ્ટાફ તથા ખેરોજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓની સંયુક્ત ટીમ બનાવી આરોપીની શોધ હાથ ધરવામાં આવી હતી..

આરોપી સાંચોર (રાજસ્થાન)ના ટાંપી ગામે કેનાલ નજીકના ખેતરમાં છુપાયેલો હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાં કોર્ડન કરીને પકડવાની તજવીજ કરી હતી.આરોપીએ છાતીર અને ચુતર હોય ત્યાંથી ભાગી નીકળતાં પોલીસે લગભગ દસ કિલોમીટરનો પીછો કરીને તેને પકડી પાડ્યો છે.આમ,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા અને ખેરોજ પોલીસ દ્વારા પોક્સો અને અપહરણના ગુન્હામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ.આર. ચૌહાણ, તથા ખેરોજ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જશુભાઈ બાબુભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિપલભાઈ રણછોડભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાકેશસિંહ જસવંતસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મગનભાઈ બચુભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કિર્તિરાજસિંહ કિરીટસિંહનો મહત્વનો ફાળો રહ્યો છે.
📲Get App