Local
મારુતિ નંદન હીરા કારખાનેદારનું પગાર બાકી રાખીને ફરાર, રત્નકલાકારોમાં ચકચાર
સુરતના વરાછા-સવાણી વિસ્તારમાં હીરા કારખાનેદાર મારુતિ નંદને 20થી વધુ કારીગરોના પગાર ચૂકવ્યા વિના કારખાનું બંધ કરી ફરાર થઈ ગયો, જેના કારણે કારીગરો અને તેમના પરિવારોની સ્થિતિ કફોડી બની ગઈ.
મારુતિ નંદન હીરા કારખાનેદારનું પગાર બાકી રાખીને ફરાર, રત્નકલાકારોમાં ચકચાર
સુરતના વરાછા-સવાણી વિસ્તારમાં આવેલી ‘મારુતિ નંદન’ હીરા કારખાનાની કામગીરી બંધ થઈ ગઈ છે. કારખાનેદારે 20થી વધુ કારીગરોના પગારનો અંદાજે 60 % બાકી રાખીને કારખાનું બંધ કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.
આ પગલાએ કારીગરો અને તેમના પરિવારોની હાલત કફોડી બનાવી દીધી છે. ઘણા કારીગરો તહેવાર ટાણે જ પગાર વિના રહી ગયા છે, જેના કારણે જીવનયાપનમાં મુશ્કેલી પડી રહી છે.
પીડિત કારીગરોએ ડાયમંડ વર્કર યુનિયનના દ્વારે પહોંચીને ન્યાય મેળવવા પ્રયત્ન કર્યો છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે.