🔥 TRENDING ਦਿਲਜੀਤ ਦੇ ਦਿੱਲੀ ਸ਼ੋਅ ਨੂੰ ਲੈ ਕੇ ਆਈ ਵੱਡੀ... Man Scales Mobile Tower at Midnight in... Rajasthan Woman Who Skipped 9‑to‑5 Job... "ਮੈਂ ਭੀਖ ਨਹੀਂ ਮੰਗ ਰਹੀ..!" ਆਰਥਿਕ ਤੰਗੀ ਦ... Daytime Heat Persists in Jaipur with D... Firing at Durga Puja Fair in Nima, Bih...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણામાં ખુલ્લા ખેતરમાં જુગારની રેડ, ૬ ઇસમો સાથે ૩૪ હજાર રોકડ સહિત મુદામાલ કબ્જે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Oct 2026, 02:24 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાએ ખારા ગામ નજીકના ખેતરમાં જુગાર રમી રમાડતા ૬ ઇસમોને પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કુલ ૩૪,૫૦૦ રૂપિયાની રોકડ રકમ અને જુગારના સાધનો મળી આવ્યા છે..

મહેસાણામાં-:
પ્રોહીબિટેડ જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવ્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) મહેસાણાએ મોટી કાર્યવાહી કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ. કામળિયાના સૂચન પર સબ ઇન્સ્પેક્ટર એ.ડી. કાકરેચા અને એલ.સી.બી. સ્ટાફે ખારા ગામ (તાલુકો જોટાણા) નજીકના ખુલ્લા ખેતરમાં રેડ કરી જુગાર રમી રમાડતા કુલ ૬ ઇસમોને પકડી પાડ્યા છે.આ ઘટનામાં પંચોની હાજરીમાં રેડ કરવામાં આવી હતી.પોલીસને ખાનગી રીતે મળેલી બાતમી હકીકત મુજબ, ઠાકોર પ્રવિણજી બલુજી રહેલો ખારા પટેલવાળા આંટામાં આવેલા ખેતરમાં ખુલ્લી જગ્યાએ ગંજીપાના પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતો હતો..

આ હકીકતના આધારે પોલીસે સદ્ર્ધ જગ્યાએ રેડ કરીને આરોપીઓને ઝડપ્યા હતા.આરોપીઓ પાસેથી જુગારના સાધનો,સાહિત્ય અને રોકડ રકમ મળી કુલ કિંમત ૩૪,૫૦૦/- રૂપિયાનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આ ઘટનામાં પકડાયેલા આરોપીઓમાં પ્રવિણજી બલુજી મદારજી, વનરાજસિંહ નાનુસિંહ કાળુસિંહ, અરવિદભાઈ હરિભાઈ શંકરભાઈ, સચિન જયતિભાઈ ચતુરદાસ,અનિલજી પોપટજી શિવાજી અને ધાર્મિક મુકેશભાઈ રામજીભાઈ સામેલ છે.આરોપીઓમાંથી મોટાભાગના ખેડૂતો હોવાનું જાણવા મળ્યું છે. સાંથલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે..

આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ. કામળિયા, હેડ કોન્સ્ટેબલ કિરણજી ઉગાજી, પોલીસ કોન્સ્ટેબલ વિશ્વનાથસિંહ પ્રતાપસિંહ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી. કાકરેચા, પોલીસ કોન્સ્ટેબલ મનુજી ફતેસિંહ, પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર દેવજીભાઈ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પિયુષકુમાર નગીનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજેશજી ચુનાજી, પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજી અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ વખતસિંહનો સમાવેશ થાય છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ પર નિગ્રાહણ માટે સતત પેટ્રોલિંગ અને વોચ રાખવા સૂચના આપી હતી.
📲Get App