🔥 TRENDING अंबाला में कांग्रेस कार्यकर्ताओं ने ज्... પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેંકોમાં ૬૦૨ પ... IMD Issues Rain Warning for Andhra Pra... MRNA, CVX, V Stocks Hit 52-Week Peaks... Madurai-Guruvayur Express Gets Kerala'... होडल CIA के सब-इंस्पेक्टर को ₹5,000 की...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં ૧૧ મહિનાથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીને તલોદ પોલીસે પકડી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Oct 2026, 11:44 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા છ મહિનાની સજા અને દંડની સજા ફટકારવામાં આવેલા આરોપી ગાભુસિંહ ઝાલાને તલોદ પોલીસે પકડી પાડ્યો છે. છેલ્લા ૧૧ મહિનાથી નાસતા ફરતા આ આરોપીને હિંમતનગર જિલ્લા જેલમાં સોંપવામાં આવ્યો છે..

સાબરકાંઠામાં-:
સજા વોરંટના નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. આ ડ્રાઇવના ભાગરૂપે હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ, તલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ અને તેમના સ્ટાફ દ્વારા સતત સર્વેલન્સ અને પેટ્રોલિંગ કરવામાં આવતું હતું..

તા. ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ મહેન્દ્રસિંહને બાતમી મળી કે તલોદ કોર્ટમાં નેગો એક્ટ કલમ ૧૩૮ મુજબ ક્રિમિનલ કેસ નંબર ૪૩૭/૨૦૨૫ માં છ મહિનાની સાદી કેદ અને રૂ. ૨,૨૯,૦૦૦નો દંડ થયેલો આરોપી ગાભુસિંહ ચંદુસિંહ ઝાલા (રહે. અદાપુર, તા. તલોદ) ઉજેડીયા ચોકડી પાસે છે. બાતમી મળ્યા બાદ પોલીસ સ્ટાફે તાત્કાલિક ઉજેડીયા ચોકડી પાસે તપાસ કરી અને ગુલાબી ટી-શર્ટ અને કાળા નાઇટી પહેરેલો આરોપીને ઓળખીને પકડી લીધો..

પોલીસે આરોપી પાસેથી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ગાભુસિંહ ચંદુસિંહ ઝાલા હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરીને તેને હિંમતનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.આમ,છેલ્લા ૧૧ મહિનાથી નાસતા ફરતા આ સજા વોરંટના આરોપીને પકડવામાં તલોદ પોલીસને સફળતા મળી છે.આ પ્રશંસનીય કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એલ. રાયજાદા,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ મહેન્દ્રસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રવિ બાબુભાઈનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
📲Get App