🔥 TRENDING जैसार में उभरता जनशैलाब: परिवर्तन की द... रतलाम के गाँव धराड़ में कुएँ में मिली... Explosion Rocks Firecracker Factory in... लखनऊ में प्रशिक्षित आपदा मित्रों ने अन... Bihar NEET Stray Vacancy Round 2026 Sc... After 25 Years, Bihar Fodder Case Fugi...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ખેડબ્રહ્મા પોલીસે કલાકોમાં ઝડપી પાડી બે હિરો મોટરસાયકલો અને આરોપી

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Oct 2026, 11:30 PM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા અને હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મોટરસાયકલ ચોરીના બે ગુનાઓને ડિટેક્ટ કરી, ચોરી થયેલી બે હિરો મોટરસાયકલો અને આરોપી મહોમદસાહીલ શેખને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ ટીમ.

સાબરકાંઠામાં-:
મિલકત સંબંધિત ચોરીના બનાવોને અટકાવવા અને ગુનો આચરનાર આરોપીઓને પકડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલે સુચના આપી હતી.આ સુચના અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક ડૉકટર કુલદિપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેકટર ડી.એન. સાધુ, સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એમ. વસૈયા અને અન્ય કર્મચારીઓએ સતત વોચ તપાસમાં રહેવાની સૂચના આપી હતી.ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) મુજબ નોંધાયેલ ગુનામાં ચોરી થયેલી એક હિરો એચ.એફ. ડિલક્સ મોટરસાયકલ (રજિ. નં. GJ-08-BD-2820) શોધવામાં આવતી હતી..

આ દરમિયાન ખાનગી રીતે મળેલી બાતમી હકીકત મુજબ એક શંકાસ્પદ વ્યક્તિ શંકાસ્પદ મોટરસાયકલ સાથે ખેરોજથી ખેડબ્રહ્મા તરફ આવે છે, એવી માહિતી મળી હતી.આ આધારે ખેડબ્રહ્મા કે.બી.હોસ્પિટલ સામે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ આગળ પોલીસે વોચ તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ અંબાજી બાજુથી એક તુટેલી નંબર પ્લેટ વાળી મોટરસાયકલ આવતાં પોલીસે ચાલકને રોકી તપાસ કરી હતી. તપાસમાં ખબર પડી કે તે મોટરસાયકલ ચોરી થયેલી હિરો એચ.એફ. ડિલક્સ (GJ-08-BD-2820) છે.પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ મહોમદસાહીલ મહોમદસઇદ શેખ (ઉં.વ. ૧૯), રહે. શિતળા માતાના મંદિર પાસે કોટડા છવણી, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું..

મોટરસાયકલની માલિકી વિશે સંતોષકારક જવાબ આપી શક્યા વિના,આરોપીએ યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતાં ખુલાસો કર્યો કે તેણે હિંમતનગર શહેરમાંથી બીજી એક મોટરસાયકલ ચોરી કરી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર પાસે છુપાવી દીધી છે.આ જગ્યાએથી બીજી હિરો એચ.એફ. ડિલક્સ મોટરસાયકલ (રજિ. નં. GJ-09-DE-2473) મળી આવી હતી.પોકેટકોપ અને ઇ-ગુજકોપમાં સર્ચ કરતાં ખબર પડી કે બંને મોટરસાયકલો ચોરી બાબતે હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના (ગુ.ર.નં-૦૯૯૯/૨૦૨૬) સાથે સંકળાયેલી છે..

આરોપીએ બંને મોટરસાયકલો ચોરી કરવાની કબૂલાત આપી હતી. આમ, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન (ગુ.ર.નં-૧૦૨૩/૨૦૨૬) અને હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનાઓને ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી, મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.આરોપી પાસે ખેરોજ, વિસનગર ટાઉન,ખેડબ્રહ્મા અને હિંમતનગર બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ રજિસ્ટર છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એન.સાધુ પોલીસ ઇન્સ્પેકટર,એસ.એમ.વસૈયા પોલીસ સબ ઇન્સ્પેકટર,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મેવાભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ કિરીટસિંહ.
📲Get App