Crime
સાબરકાંઠા: ચાંપલાનાર ગ્રામ પંચાયતની મહિલા સભ્યને જાતિવાચક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સામે ગુનો નોંધાયો..
હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામમાં મહિલા પંચાયત સભ્ય સાથે ગેરવર્તન અને ધમકી આપવા બદલ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે..
સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. ચાંપલાનાર ગ્રામ પંચાયતના મહિલા સભ્ય શીતલબેન હરેશભાઈ વાલ્મીકિ સાથે જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ આરોપી ભક્તિસિંહ સરદારસિંહ મકવાણા સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે..
ઘટનાની વિગત અનુસાર ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ જ્યારે ફરિયાદી શીતલબેન પંચાયતની ઓસરીમાં ગયા હતા, ત્યારે ત્યાં હાજર રહેતા આરોપી ભક્તિસિંહે તેમને જોઈને ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીએ ફરિયાદીને ત્યાં રહેતા ન હોવા બદલ ટોક્યા હતા અને જાતિવાચક શબ્દોનો પ્રયોગ કરી તેમનું અપમાન કર્યું હતું.જ્યારે ફરિયાદીએ આવું ન બોલવા જણાવ્યું, ત્યારે આરોપી વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપીને ધમકી આપી હતી કે, "હું પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય છું અને ગામમાં મારું જ ચાલશે. હવે પછી પંચાયતમાં પગ મૂકીશ કે આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ."
આ ઘટના અંગે શીતલબેન વાલ્મીકિએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૯૬(ખ), ૩૫૧(૨) તથા એટ્રોસિટી એક્ટની કલમ ૩(૨)(૫)(અ) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસની તપાસ પી.એસ.ઓ. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ નાથાભાઈ દ્વારા કરવામાં આવી રહી છે, જેની દેખરેખ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ હેઠળ છે.