🔥 TRENDING Breaking news वाराणसी के गोदौलिया चौराहे पर तीन मंजि... रूस ने सिर्फ सितंबर महीने में 6.2 टन (... नरसिंहपुर में दशहरा का शांतिपूर्ण उत्स... बहेड़ी के गन्ना किसानों की पीड़ा: केशर... मुरादाबाद के कुंदन नगर में 100 फीट ऊंच...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં મહાનગરપાલિકાના બ્રિજ બાંધકામ દરમિયાન દુકાન અને મકાન ખાડીમાં ધસી પડ્યા, ફાયર બ્રિગેડે વિસ્તાર ખાલી કરાવ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 Oct 2026, 05:01 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સરથાણા વિસ્તારમાં વાલમનગર ખાડી પર બ્રિજની કામગીરી દરમિયાન જમીન ખોદવાથી બાજુની દુકાન અને મકાનનો મોટો ભાગ ધસી પડ્યો. જાનહાનિ ટળી છે, પરંતુ ફાયર બ્રિગેડે વિસ્તારને જોખમી ઘોષિત કરી સીલ કરી દીધો છે.

સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાના પ્રોજેક્ટ્સ દરમિયાન કોન્ટ્રાક્ટરોની બેદરકારીની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. સરથાણા વિસ્તારમાં સીમાડા નાકા પાસે વાલમનગર ખાડી પર નવા બની રહેલા બ્રિજની કામગીરી દરમિયાન જમીનમાંથી બેફામ માટી ખોદી કઢાતાં બાજુમાં આવેલી એક દુકાન અને મકાનનો આગળનો મોટો હિસ્સો સીધો ખાડીમાં ધસી પડ્યો હતો.

આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે કામ કરી રહેલા શ્રમિકો સમયસર દૂર ખસી જતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે, મકાન અને દુકાન જોખમી રીતે નમી પડતાં પરિસ્થિતિ ગંભીર બની હતી.

આ ઘટના બાદ ફાયર બ્રિગેડે તાત્કાલિક પગલાં ભર્યા હતા. બ્રિગેડે આસપાસની તમામ દુકાનો ખાલી કરાવી અને વિસ્તારમાં સીલ જેવી સ્થિતિ કરી દીધી હતી. વિસ્તારવાસીઓમાં આ ઘટનાને લઈને ચિંતા ફેલાઈ છે, જ્યારે મહાનગરપાલિકાના પ્રોજેક્ટ્સ દરમિયાન કોન્ટ્રાક્ટરોની બેદરકારી પર પ્રશ્નચિહ્ન ઉભા થયા છે.
📲Get App