🔥 TRENDING ધાંગધ્રા સોલડી ગામમાં દેવ યોગી મેડિકલ... पटना साहिब में 360वें प्रकासपर्वकी तैय... ਗੁਰੂ ਨਾਨਕ ਐਕਸਪ੍ਰੈਸਵੇਅ ਬਣਾਉਣ ਲਈ ਪਾਕਿਸਤਾ... ઝઘડિયાના ભાલોદ ખાતે પ્રાથમિક આરોગ્ય કે... खटकाचक में माँ दुर्गा की मूर्ति विसर्ज... भटिंडा में आज दुर्गा पूजा का शानदार आय...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મંગરોળમાં સામુદ્રી માતાજી મંદિર પર નવરાત્રીમાં આઠમ હવન સંપન્ન

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 21 Oct 2026, 10:13 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મંગરોળમાં આવેલ પ્રાચીન સામુદ્રી માતાજી મંદિર પર નવરાત્રી દરમિયાન આઠમ નોમ સંધિકાળ માં હવન સંપન્ન થયું, જ્યાં પૂજારી શ્રી દિલીપભાઈ જોશી અને ગાયત્રી પરિવારના યગ્નનું સંચાલન કરે છે.

મંગરોળમાં વેરાઈ ફળિયા ખાતે આવેલ પ્રાચીન સામુદ્રી માતાજી મંદિર પર આઠમ નોમ સંધિકાળ માં હવન સંપન્ન થયું.

હવન પૂજારી શ્રી દિલીપભાઈ જોશી જેઓ અતિ ધાર્મિક વ્યક્તિત્વ ધરાવે છે અને ગાયત્રી પરિવાર દ્વારા અવિરત ચાલતા ગાયત્રી યગ્નઃ ના પણ સંચાલક છે. કોરોના લોકડાઉન દરમિયાન તેમણે પોતાના નિવાસ પર ગાયત્રી હવન અખંડિત રાખ્યું.

નવરાત્રી અને અન્ય ધાર્મિક તહેવારોમાં મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના, દીપમાળા અને ધાર્મિક અનુષ્ઠાન યોજાય છે. સ્થાનિક લોકો પોતાની માન્યતાઓ પૂરી કરવા માટે અહીં શીશ ઝુકાવવા આવે છે.

મંદિરનું દશા અને વિશા વણિક સમાજ તથા કંડોળીયા બ્રાહ્મણ સમાજના કુળદેવી તરીકે માનવામાં આવે છે. મંદિર અતિ પ્રાચીન પૌરાણિક મંદિર છે.અહીં ફોટા પાડવા પર સખ્ત મનાઈ છે.
📲Get App