🔥 TRENDING Rajasthan to Hold First Phase of Panch... અંબાજીમાં દશેરા ઉત્સવ દરમિયાન રાવણ દહન... ચીખલી તાલુકાના બારોલીયા ગામના સીમાડા વ... Congress Calls Nagaland Assembly Elect... Kharge Blames BJP for Manipur Violence... बिलासपुर के दुर्गा पंडालों में चैन स्न...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં ૧૧ માસથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીને તલોદ પોલીસે પકડી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Oct 2026, 04:30 PM 👁 26
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ કોર્ટ દ્વારા એક વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવેલા આરોપી કનુસિંહ સોલંકીને તલોદ પોલીસે હરસોલ ચોકડી પાસેથી પકડી પાડ્યો છે..

સાબરકાંઠામાં-:
સજા વોરંટના નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ખાસ ડ્રાઇવ આપવામાં આવી હતી.આ ડ્રાઇવના સંદર્ભમાં હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ અને તલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સતત વોચ રાખવામાં આવતી હતી.આજરોજ તારીખ ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ પેટ્રોલિંગ દરમિયાન બીટ વિસ્તારના સર્વેલન્સ સ્ટાફને એક બાતમી મળી હતી કે સજા વોરંટના આરોપી હરસોલ ચોકડી પાસે હાજર છે.મળેલી બાતમી મુજબ, જ્યુડી.મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તલોદ કોર્ટ દ્વારા નેગો એક્ટ કલમ ૧૩૮ હેઠળ ક્રિમીનલ કેસ નંબર ૧૧૩૧/૨૦૨૪ માં એક વર્ષની સજા અને ૧,૫૦,૦૦૦/- રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલ આરોપી કનુસિંહ વિષ્ણુસિંહ સોલંકી (રહે. ડેરીવાળુ ફળીયુ, જુનાવાસ દોલતાબાદ, તા. તલોદ) હરસોલ ચોકડી પાસે સફેદ ટી-શર્ટ અને કાળી નાઇટી પહેરીને ઉભો છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે ત્યાં જઈને તપાસ કરી અને ઓળખાણ પુષ્ટિ પામ્યા બાદ આરોપીને પકડી લીધો..

પોલીસે આરોપીને પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કનુસિંહ વિષ્ણુસિંહ સોલંકી હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરીને તેને હિંમતનગર જિલ્લા જેલમાં સોંપવામાં આવ્યો છે. આમ, છેલ્લા અગીયાર માસથી નાસતા-ફરતા આરોપીને પકડવામાં તલોદ પોલીસને સફળતા મળી છે.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એલ. રાયજાદા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર જયંતીભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અનીલસિંહ રજુસિંહનો મહત્વનો ફાળો રહ્યો છે.
📲Get App