🔥 TRENDING Foreign Sources Claim Strategy to Disc... Nagaland Dear Spark Wednesday Lottery... Nagaland Announces Dear Lottery Result... Nagaland ADGP Calls Police Uniform a S... Agriculture Block Development Officer... Magisterial Inquiry Launched After Acc...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાયબર સુરક્ષામાં સરકારી બેદરકારી સામે હ્યુમન રાઈટ્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણીની પિટિશન યુએસ કોર્ટમાં મંજૂર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Oct 2026, 01:08 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આયોવા રાજ્યમાં સાયબર ફ્રોડના કારણે થયેલા નુકસાન અને સરકારી બેદરકારી સામે મહેન્દ્ર આયલાણી દ્વારા યુએસ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશન સ્વીકારાયું છે, જેને કેસ નંબર EQCE093581 ફાળવવામાં આવ્યો છે..

આધુનિક ડિજિટલ યુગમાં નાગરિકોની ડેટા પ્રાઇવસી અને સાયબર સુરક્ષા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ બન્યા છે. યુએસની ફેડરલ એજન્સીઓ અને કોમન સેન્સ ઇન્સ્ટિટ્યુટના અહેવાલો મુજબ, સાયબર ક્રાઇમ અને ડિજિટલ ફ્રોડના કારણે અમેરિકામાં સ્થિતિ ચિંતાજનક બની છે. ખાસ કરીને, આયોવા રાજ્યમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન સાયબર ફ્રોડના કારણે સત્તાવાર રીતે અંદાજે $૯૩ મિલિયન ($૯.૩ કરોડ) થી વધુનું નાણાકીય નુકસાન નોંધાયું હતું, જ્યારે બિનનોંધાયેલા ફ્રોડને ગણતરીમાં લેતા આ આંકડો $૬૬૬ મિલિયન સુધી પહોંચે છે. આ સમયગાળામાં રાજ્યના વેપારી જગતને પણ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે..

આ ગંભીર વૈશ્વિક સમસ્યાઓ અને સરકારી તંત્રની બેદરકારી સામે માનવાધિકાર અગ્રણી અને હ્યુમન રાઈટ્સ ફેડરેશન ઇન્ટરનેશનલના પ્રમુખ મહેન્દ્ર આયલાણી દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે કાનૂની લડત શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે દાખલ કરવામાં આવેલી સિવિલ ઇક્વિટી પિટિશનમાં મોટી સફળતા મળી છે. યુએસની આયોવા જ્યુડિશિયલ બ્રાન્ચ (Polk કોર્ટ) દ્વારા આ પિટિશન સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવી છે અને કેસને માન્યતા આપીને તેને કેસ નંબર EQCE093581 ફાળવવામાં આવ્યો છે..

આ પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે નાગરિકોની સુરક્ષામાં નિષ્ફળ રહેલા તંત્ર સામે ન્યાય મેળવવાનો માર્ગ વધુ મજબૂત બન્યો છે. આ પ્રસંગે વાત કરતા મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે, "સાયબર સુરક્ષામાં ચૂક અને સરકારી બેદરકારી સામાન્ય નાગરિકોના મૂળભૂત અધિકારો અને આર્થિક સુરક્ષા પર સીધો હુમલો છે. આ લડત માત્ર એક કેસ પૂરતી સીમિત નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટેનો એક ઐતિહાસિક પ્રયાસ છે.યુએસ કોર્ટ દ્વારા કેસ સ્વીકારાયા બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કાનૂની કાર્યવાહી વધુ વેગવંતી બનશે અને જવાબદાર પક્ષો સામે ન્યાયિક પ્રક્રિયા આગળ વધશે. આ સફળતાથી વૈશ્વિક માનવાધિકાર અને સાયબર સુરક્ષાના ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે.
📲Get App