🔥 ट्रेंडिंग ಹಾವೇರಿ ಜಿಲ್ಲೆ ಬ್ಯಾಡಗಿ ತಾಲೂಕ ಕಾಗಿನೆಲೆ ಗ... बभनी ब्लॉक में ग्रामीणों का रोड निर्मा... હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ... बिलासपुर के सरकंडा में पुरानी रंजिश मे... અમદાવાદ મા હજુ પાંચ દિવસ તાપમાન ની આસપ... भोटा में दशहरा उत्सव में दूर‑दूर से आए...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીની તક: પાટણ જિલ્લા પંચાયતના ૬ ઉમેદવારોને નિમણૂક હુકમો એનાયત

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 21 अक्टू. 2026, 06:52 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીની તક: પાટણ જિલ્લા પંચાયતના ૬ ઉમેદવારોને નિમણૂક હુકમો એનાયત

સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા ખંતપૂર્વક ફરજ બજાવો: જિલ્લા વિકાસ અધિકારી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે હાથ ધરવામાં આવેલી ખાસ ભરતી પ્રક્રિયા અંતર્ગત પાટણ જિલ્લા પંચાયતને ફાળવવામાં આવેલા વિવિધ સંવર્ગના ૬ ઉમેદવારોને આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ. પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલના હસ્તે નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના વિવિધ શાખાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નિમણૂક હુકમો એનાયત કરતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ. પટેલ તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલે તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવી તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે ઉમેદવારોને સરકારી સેવાઓમાં જોડાઈને ખંત, નિષ્ઠા અને જવાબદારીપૂર્વક ફરજો નિભાવવા તેમજ લોકોપયોગી કાર્યો દ્વારા જનસેવાના ઉમદા ઉદ્દેશને સાકાર કરવા પ્રેરિત કર્યા હતા.

વધુમાં, સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઈપણ લાભાર્થી સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા તેમણે અનુરોધ કર્યો હતો. સાથે જ, નાગરિકોના પ્રશ્નોનું સંવેદનશીલતાપૂર્વક નિરાકરણ લાવી જાહેરસેવા પ્રત્યે સમર્પિત ભાવનાથી કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
📲Get App