🔥 TRENDING Tripura NEET UG 2026 Stray Round Choic... Pradyot Rules Out Political Comeback,... Mitchell Starc Sets New Record for Fas... Himachal Pradesh Extends Basic Taxi Pe... HP Board Registration 2026-27: Class 9... Himachal Pradesh Police Observe Commem...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

રાજકોટમા વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી રાજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 21 Oct 2026, 12:39 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટમા
વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી રાજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે શસ્ત્ર પૂજન કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીની આરતી કરી સમાજની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ભારતીય સંસ્કૃતિમાં વિજયાદશમીના પર્વનું વિશેષ મહત્વ છે. શસ્ત્ર પૂજન એ શૌર્ય, સાહસ, સ્વાભિમાન અને ધર્મના રક્ષણની ભાવનાનું પ્રતીક છે.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ક્ષત્રિય પરંપરાના ગૌરવને જાળવી રાખવા તેમજ આવનારી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના વારસાથી પરિચિત કરાવવાનો સંદેશ આપ્યો હતો.

આમ, ધાર્મિક શ્રદ્ધા, ક્ષત્રિય ગૌરવ અને સામાજિક એકતાના સંદેશ સાથે આ કાર્યક્રમ સપંન થયો
📲Get App