🔥 TRENDING અંકલેશ્વર નજીક NH-48 પર મોપેડ ટક્કરથી... फर्जी शिक्षक सावधान! हाईकोर्ट का बड़ा... लखनऊ के शिवा शर्मा हत्याकांड में बड़ी... Essar Ports Secures ₹2,276 Crore Tuna... Gujarat Man Takes Own Life by Jumping... Explosion Rocks Under-Construction Bui...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લીમાં એન્ટી નાર્કોટિક્સ વિંગની રેઇડમાં ૫૦ કિલો ગાંજો ઝડપાયો,રાજેશભાઈ મેણાતની અટકાયત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Oct 2026, 03:32 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામે એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે રેઇડ કરીને ૩૬૦ લીલા ગાંજાના છોડ અને એક મોબાઇલ ફોન કબ્જે લીધો છે. આ ઓપરેશનમાં રાજેશભાઈ મેઘાભાઈ મેણાતની અટકાયત કરવામાં આવી છે..

અરવલ્લીમાં-:
ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ અને વાવેતર કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા (અરવલ્લી-મોડાસા) દ્વારા સુચના આપવામાં આવી હતી.આ સુચનાની આધારે પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના સીધા સુપરવિઝન હેઠળ જી.આર.શર્મા (ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર, એન્ટી નાર્કોટિક્સ વિંગ) તથા ટીમના માણસોએ બાતમી હકીકત આધારે કાર્યવાહી કરી હતી.એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે સરકારી પંચો,એફ.એસ.એલ. અધિકારી તેમજ વિડીયોગ્રાફરની હાજરીમાં મેઘરજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા ઝરડા ગામે રેઇડ કરી હતી..

રેઇડ દરમિયાન આરોપીના કબ્જામાં આવેલા ખેતરમાં હળદર, આદુ, પીડાળુ અને રીંગણના વાવેતરની આડમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના ૩૬૦ છોડ મળી આવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારીઓ દ્વારા કરેલા પરીક્ષણ બાદ આ છોડ ગાંજાના હોવાનું પુષ્ટિ થયું હતું.આ ઓપરેશનમાં આરોપી રાજેશભાઈ મેઘાભાઈ મેણાત (ઉં.વ. ૪૦, રહે. ઝરડા, તા. મેઘરજ, જિ. અરવલ્લી) ની અટકાયત કરવામાં આવી છે. તેના કબ્જામાંથી મળી આવેલા મુદ્દામાલમાં ૫૦.૫૨૦ કિલોગ્રામ વજનના ૩૬૦ લીલા ગાંજાના છોડ (કિંમત રૂ. ૨૫,૨૬,૦૦૦/-) અને એક મોબાઇલ ફોન (કિંમત રૂ. ૫૦૦/-) સહિત કુલ કિંમત રૂ. ૨૫,૨૬,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.આરોપી વિરુદ્ધ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફીક સબસ્ટન્સીસ એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે..

આ પ્રશસનીય ઓપરેશન કામ કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં જી.આર.શર્મા પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી નાર્કોટિક વિંગ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઇમરાનખાન નજામિયા એન્ટી નાર્કોટિક વિંગ,પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઇ અમરાભાઇ એન્ટી નાર્કોટિક વિંગ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયોત્સનાબેન દોલજીભાઇ એન્ટી ટ્રાફિકિંગ યુનિટ શાખા,પોલીસ કોન્સ્ટેબલ શૈલેષકુમાર મગનભાઇ MT શાખા,QRT ટીમ.
📲Get App