🔥 TRENDING Mother of Murder Victim Shiva Sharma D... High Court Upholds Car Crash Spot Not... Truck Collides With Tour Bus in Egypt,... Supreme Court Mandates Functional Disa... Police Trace Calls to Identify Guides... Congressman Krishnamoorthi Calls for F...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા જિલ્લાના તિલકવાડામાં દશેરાના પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો.

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 21 Oct 2026, 08:00 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તિલકવાડા ગામના મોગલાઈ માતાના મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સૌપ્રથમ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાવણ દહન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તિલકવાડા સહિત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને હોમગાર્ડના જવાનો પણ હાજર રહ્યા હતા.
રાવણ દહન નિહાળવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ સ્થળે ખાણીપીણીના સ્ટોલ સાથે મેળા જેવો માહોલ જામ્યો હતો. બાળકો, યુવાનો અને પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ધાર્મિક ઉત્સવમાં સહભાગી બન્યા હતા.
રાવણ દહન દ્વારા અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ અહંકારનો ત્યાગ કરી સત્ય અને ન્યાયના માર્ગે ચાલવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આમ, તિલકવાડામાં ધાર્મિક આસ્થા અને ભારતીય સંસ્કૃતિની પરંપરા સાથે દશેરાના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
📲Get App