🔥 ट्रेंडिंग रांची के नवीन पुलिस केंद्र में शहीद सं... ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಮೈಸೂರು ದಸರಾ ಜಂಬೂ ಸವಾರಿಯ ಚ... ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਦੀ ਸ਼ਹਿ ’ਤੇ ਪੰਜਾਬ ਵਿੱਚ ਸ਼ਰ... સ્વસ્થ નાગરિક, સમૃદ્ધ ગુજરાત!” जिला अस्पताल में मरीज से मिलने आए युवक... शाळा-कॉलेजबाहेर वाहतूक पोलिसांची धडक म...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
कृषि

સાબરમતી યોજના હેઠળ હિંમતનગર, ઇડર અને વડાલી તાલુકા માટે રવિ સિંચાઈ સમયપત્રક નક્કી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 21 अक्टू. 2026, 07:22 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરમતી જળાશય યોજના અંતર્ગત ધરોઈ ડાબા કાંઠા નહેર સિંચાઈ સલાહકાર સમિતિ દ્વારા રવિ મોસમ ૨૦૨૬-૨૭ માટે હિંમતનગર, ઇડર અને વડાલી તાલુકાની સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોને સમયસર પાણી પૂરું પાડવા માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે..

આજ રોજ સાબરમતી જળાશય યોજના અંતર્ગત ધરોઈ ડાબા કાંઠા નહેર સિંચાઈ સલાહકાર સમિતિની રવિ મોસમ વર્ષ ૨૦૨૬-૨૭ સંદર્ભે હિંમતનગર, ઇડર અને વડાલી તાલુકાની સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહી ખેડૂતોને આગામી રવિ ઋતુ દરમિયાન બટાકા, ઘઉં સહિતના પાકોના વાવેતર અને સિંચાઈ માટે સમયસર તેમજ સુવ્યવસ્થિત રીતે પાણી મળી રહે તે અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.બેઠકમાં રવિ પાકોની સિંચાઈ માટેનું સુચારુ સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે. તેમજ છેવાડાના ખેડૂતો સુધી પૂરતું પાણી પહોંચે તે હેતુથી નહેરોની સાફ-સફાઈ અને જરૂરી ઢાળિયાંની મરામત અંગે સૂચનાઓ આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી અને હિંમતનગર તાલુકાના આશરે ૮૦ ગામો સહિત પેથાપુર, રંગપુર, સાચોદર, પીપોદર, પ્રેમપુર, જીવાપુર, મુનપુર, કાનડા અને ઇલોલ ગામોના ખેડૂતોને સિંચાઈનો મહત્તમ લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે..

આ બેઠકમાં કાર્યપાલક ઈજનેર એન.પી. પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર જનકભાઈ પટેલ,એસ.ઓ. મંથનભાઈ ભટ્ટ, વિપુલભાઈ પટેલ, કાન્તિભાઈ પટેલ, ગીરીશભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ, ગુલામ હમિદ ડોડીયા સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની સમૃદ્ધિ અને ઉત્કૃષ્ટ પાક ઉત્પાદન માટે સતત કટિબદ્ધ રહેવાની ભૂમિકા અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે.
📲Get App