🔥 TRENDING नवीन मंडी समिति ने बीसलपुर में धान क्र... Foreign Sources Claim Strategy to Disc... Nagaland Dear Spark Wednesday Lottery... Nagaland Announces Dear Lottery Result... Nagaland ADGP Calls Police Uniform a S... Agriculture Block Development Officer...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

"લુણાવાડાની યુવરાજ પાર્ક સોસાયટી દ્વારા વિજયાદશમી પર્વે પરંપરાગત શસ્ત્ર પૂજનની ભવ્ય ઉજવણી"

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 21 Oct 2026, 12:16 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

"લુણાવાડાની યુવરાજ પાર્ક સોસાયટી દ્વારા વિજયાદશમી પર્વે પરંપરાગત શસ્ત્ર પૂજનની ભવ્ય ઉજવણી"

નમસ્કાર...

લુણાવાડાની યુવરાજ પાર્ક સોસાયટીમાં શસ્ત્ર પૂજનનો દિવ્ય સંગમ

અધર્મ પર ધર્મના વિજયનું પર્વ... એટલે વિજયાદશમી.

અને સત્ય અને શૌર્યના આવા પાવન પર્વ નિમિત્તે...

યુવરાજ પાર્ક, લુણાવાડા ખાતે...

સમાજની ગૌરવવંતી પરંપરાને ઉજાગર કરતો, એક દિવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ પાવન અવસરે...

સોસાયટીના આદરણીય વડીલો... ઉત્સાહી યુવાનો... અને નાના ભૂલકાઓ...

સૌ કોઈ એક જ ભાવ સાથે... એક જ મંચ પર એકત્ર થયા હતા.



શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર...

સૌ પ્રથમ શસ્ત્રોનું પંચામૃતથી પવિત્ર સ્નાન કરાવવામાં આવ્યું...

ત્યારબાદ... કંકુ અને ચોખાથી તિલક કરી...

સુગંધિત પુષ્પોની માળા અર્પણ કરી...

અત્યંત ભાવપૂર્ણ રીતે... પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું.

એ દ્રશ્ય ખરેખર... શક્તિ અને ભક્તિનો અદભૂત સંગમ સમાન હતું.



આ દિવ્ય પ્રસંગે...

સોસાયટીના વડીલોએ યુવાનોને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું...

તેમણે કહ્યું...

ધર્મનું રક્ષણ કરો... રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહો...

સમાજમાં એકતા જાળવી રાખો... અને આપણી સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધારો.

ત્યારે યુવાનોએ પણ બંને હાથ જોડીને સંકલ્પ લીધો હતો કે...

સમાજમાં એકતા... સંસ્કાર... અને ભાઈચારો...

હંમેશા જળવાઈ રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.



યુવાનોના અથાગ ઉત્સાહ... અને સુંદર વ્યવસ્થાપનને કારણે...

આ સમગ્ર શસ્ત્ર પૂજન કાર્યક્રમ...

ખૂબ જ ભાવપૂર્ણ... શાંતિપૂર્ણ... અને શૌર્યમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.

આ પ્રસંગે સોસાયટીના સર્વ સમાજના આગેવાનો... વડીલો... અને મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહી... કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ખરેખર... આ કાર્યક્રમે યુવરાજ પાર્કમાં એકતા અને ઉત્સાહનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.



જય હિંદ... જય ભારત... જય શ્રી રામ
📲Get App