🔥 ट्रेंडिंग બારડોલીના તરભોણ ગામે સોલાર પ્લાન્ટમાંથ... ਰਾਵਣ ਦੇ ਨਾਲ ਫੂਕਿਆ ਜਾਵੇਗਾ ''ਕਾਕਰੋਚ'' ਦਾ... સુરતના વાંકલ ગામના મા અંબાજી મંદિરે નવ... સુરત ગ્રામ્યમાં પશુ ક્રૂરતાના ગુનામાં... লোধাদের দ্বারা মানবতার উৎসব2026 સુરતના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામમા...
20 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસ સંભારણા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન, નાગરિકોને સહભાગી થવા અપીલ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 20 अक्टू. 2026, 10:45 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસ સંભારણા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન, નાગરિકોને સહભાગી થવા અપીલ*

પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબના માર્ગદર્શન મુજબ, સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષે તા. ૨૧ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતા પોલીસ સંભારણા દિવસ નિમિત્તે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રક્તદાન એ મહાદાન છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કુલ ૧,૩૫૮ બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યને આગળ ધપાવતા વર્ષ ૨૦૨૬માં પણ વધુમાં વધુ બ્લડ બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે
જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુથી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તમામ નાગરિકો, યુવાનો તથા સેવાભાવી લોકોને આ રક્તદાન અભિયાનમાં સહભાગી બની માનવતાના આ મહાયજ્ઞને સફળ બનાવવા અપીલ કરવામાં આવે છે.

અત્રે જિલ્લામાં સમગ્ર રક્તદાન કેમ્પમાં ૧. રેડ ક્રોસ સોસાયટી,અમરેલી ૨.શાંતાબા ગજેરા હોસ્પિટલ બ્લડ બેંક, અમરેલી ૩.વેદ બ્લડ બેંક, અમરેલી અને ૪. કે.કે.મહેતા હોસ્પિટલ બ્લડ બેંક, સાવરકુંડલા ખાતે યોજાનાર છે.
📲Get App