🔥 ट्रेंडिंग Bengaluru Metro Launches Electric Feed... Agricultural Board Launches Branding a... GTTC Launches Free Data Analytics and... Chikkamagaluru Home Stays Launch Manda... Tourism Dept Launches QR‑Code Audio Gu... State Government Continues Free Educat...
20 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બનાસકાંઠામાં એલ.સી.બી. દ્વારા ૪૫ કિમી ફીલ્મી પીછા કરી ૬ લાખના વિદેશી દારૂ સાથે ૩ આરોપીઓની ધરપકડ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 20 अक्टू. 2026, 04:40 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં રાજસ્થાન બોર્ડરથી આવતી શંકાસ્પદ બ્રેઝા કારને ૪૫ કિલોમીટર સુધી ધાવડાવી એલ.સી.બી.એ ૧૧૯૨ બોટલો વિદેશી દારૂ અને બિયર સહિત કુલ ૬,૦૪,૯૮૯ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે..

બનાસકાંઠાના-:
ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજસ્થાન સરહદ પરથી એક શંકાસ્પદ બ્રેઝા કાર પસાર થતાં એલ.સી.બી. પાલનપુરની ટીમે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.જો કે ચાલકે કાર રોકવાને બદલે ગેરકાયદેસર રીતે પલાયન કર્યું હતું. આ પછી એલ.સી.બી.ની ટીમે કાચા નેળીયા અને અંતરીયાળ માર્ગો પર સતત ૪૫ કિલોમીટરથી વધુ સુધી ફીલ્મી ઢબે પીછો કરીને ધાનેરાના માલોત્રા ગામ નજીકથી કારને ઝડપી પાડી છે.ઝડપાયેલી બ્રેઝા કાર નંબર GJ-08-BH-7008 માંથી ગેરકાયદેસર અને વગર પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની ૧૧૯૨ બોટલો મળી આવી છે.જેનો કિંમતિય મૂલ્ય ૩,૦૪,૯૮૯ રૂપિયા છે..

સાથે જ કારનો કિંમતિય મૂલ્ય પણ ઉમેરતા કુલ ૬,૦૪,૯૮૯ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ભાવાભાઈ લાખાભાઈ રબારી (રહે. સોતવાડા), ફોજાજી નાનજી રાજપૂત (રહે. શિયા) અને ઉત્તમભાઈ ઉર્ફે ઉતીયો ઉર્ફે ઉત્તા વેનાભાઈ ઠાકોર (રહે. મોટી ડ્રગડોલ) તા. ધાનેરા સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ ઝડપ પાછળ પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનો સમાવેશ થાય છે.તેમણે દારૂબંધી બાબતે રાજ્ય સરકારની 'જીરો ટોલરન્સ' નીતિ અનુસાર કાર્યવાહી કરવા અને રાજસ્થાન સરહદમાંથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે અલગ અલગ ટીમોને સૂચના આપી હતી.આ સૂચનાના આધારે ડી.એમ. રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતની ટીમોએ આ કાર્યવાહી કરી છે..

આ ઘટનામાં અર્જુનસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ટીમે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી છે.ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલો મુદામાલ અને કારની વિગતો સાથે તેમનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધાયો છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ ડાહયાભાઈ,રાજેશકુમાર શંકરલાલ હેડ કોન્સ્ટેબલ,મુકેશકુમાર શાંતીલાલ પોલીસ કોન્સ્ટેબલ,જે.એસ.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,અર્જુનસિંહ સ્વરૂપાજી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયસિંહ સોમસિહ,પ્રવિણકુમાર ભીમાજી પોલીસ કોન્સ્ટેબલ,કાનસિંહ બળવંતસિંહ પોલીસ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉલ્લેખનીય ભૂમિકા ભજવી છે.
📲Get App