🔥 TRENDING India's First High-Tech Bengaluru-Mumb... Irrigation Department Releases Tungabh... BSF Meghalaya unveils scenic 'Run Abov... Kittur Utsav set for grand three-day c... Meghalaya Politics: Regional Party Fac... Amit Shah Interacts with Press in Ludh...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ધનસુરા તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે ગૌરવમય શસ્ત્રપૂજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 05:06 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધનસુરા તાલુકામાં સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શૌર્ય, સંસ્કાર અને ધર્મના રક્ષણના સંકલ્પનું પ્રતીક સ્વરૂપે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું..

શૌર્ય,શક્તિ અને સંસ્કારના પ્રતીક વિજયાદશમીના પાવન પર્વની ધનસુરા તાલુકામાં ગૌરવમય ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આ પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત રહી ધર્મ, સંસ્કૃતિ અને શૌર્યની અખૂટ ઉર્જા અનુભવવાનો અવસર પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે ઉલ્લેખ કરવામાં આવ્યો કે શસ્ત્રપૂજન એ માત્ર એક પરંપરા નથી, પરંતુ તે શૌર્ય, સાહસ, સ્વાભિમાન અને ધર્મના રક્ષણના સંકલ્પનું પ્રતીક છે. ક્ષત્રિય પરંપરાના ગૌરવ અને સંસ્કારોને જીવંત રાખવા માટે આ પાવન અવસરે સમાજની એકતા, સંગઠનશક્તિ અને સાંસ્કૃતિક વારસાને નમન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે મા જગદંબાના આશીર્વાદથી સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ સતત પ્રગતિ કરે અને સમાજની એકતા તથા ગૌરવ સદાય અખંડિત રહે તેવી મંગલકામના કરવામાં આવી હતી.
📲Get App