🔥 TRENDING যুব মোর্চার সভাপতি কে বিজয়া শুভেচ্ছা... mathura vrindavan ब्रज रज उत्सव में गं... Assam officials inspect tobacco shops... Assam Cabinet Names Dr Harsha Bhattach... Assam Rifles seize additional weapons... Supreme Court Overturns Patna High Cou...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કમલેશ બારોટ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ,ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 10:42 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં કમલેશ બારોટ અને બે સાથીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ, જેમાં યુવાન પર જાતિવાદી ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાની ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચાંપલાનાર ગામમાં બે દિવસ પહેલા એક યુવાનને જૂના પશુ દવાખાના આગળથી પસાર થતો જોયો હતો.તે સમયે ગામમાં રહેતા અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કમલેશ બારોટ તથા બે અન્ય વ્યક્તિઓએ યુવાનને ઉભો રાખ્યો અને 'તુ મારા વિરુદ્ધમાં કેમ ખોટી અરજીઓ કરે છે' એમ કહી ગાળો બોલ્યો,સાથે જાતિવાદી ઉચ્ચારણો કર્યા અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી..

આ આરોપોને ધ્યાનમાં રાખીને સોમવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી.જેમાં કમલેશ બારોટ અને બે સાથીઓને આરોપિત કરવામાં આવ્યા.કમલેશ બારોટ હિંમતનગર તાલુકા અને જિલ્લા સ્તરે भाजपाના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે અને આ ઘટનાએ સ્થાનિક સ્તરે રાજકીય અને સામાજિક મુદ્દાઓને ફરીથી પ્રકાશમાં લાવ્યા છે.
📲Get App