🔥 TRENDING बाड़मेर में ट्रक और कार की टक्कर से दो... બોપલમાં નવમો નોરતો: કડક સુરક્ષા વચ્ચે... YSRCP petitions Supreme Court for cand... Gujarat chief minister meets prime min... Gujarat Chief Minister Calls on Prime... Gujarat Approves Six Semiconductor Pla...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં ઉંડવા સાંકળ પ્રાથમિક શાળાના બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષા માટે પસંદ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 20 Oct 2026, 12:15 AM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની ઉંડવા સાંકળ પ્રાથમિક શાળાએ વિજ્ઞાન ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2026-27 અંતર્ગત મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિવિધ શાળાઓના કુલ 87 વિજ્ઞાન સંશોધન પ્રોજેક્ટ રજૂ થયા હતા. તેમાંથી રાજ્ય કક્ષા માટે પસંદ થયેલા 10 પ્રોજેક્ટમાં ઉંડવા સાંકળ પ્રાથમિક શાળાના બે પ્રોજેક્ટનો સમાવેશ થયો છે.
વિદ્યાર્થીઓએ પેટા વિભાગ-2માં ‘સૂર્ય શક્તિથી બચત : એક તુલનાત્મક અભ્યાસ’ અને પેટા વિભાગ-4માં ‘પીવાના પાણીનું ગુણવત્તાયુક્ત વૈજ્ઞાનિક મૂલ્યાંકન’ વિષય પર સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.
આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓએ સૌર ઊર્જાના ઉપયોગથી ઊર્જા બચત અને પીવાના પાણીની ગુણવત્તા જેવા મહત્ત્વના વિષયો પર વૈજ્ઞાનિક અભિગમ રજૂ કર્યો હતો.
આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, જિજ્ઞાસા અને નવીન વિચારસરણીની સાથે શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનનું પરિણામ છે. ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષા સુધી પહોંચીને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ બંને પ્રોજેક્ટના માર્ગદર્શક શિક્ષક બારીયા અનિલકુમાર એમ.એ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલે શાળા પરિવાર વતી બંને પ્રોજેક્ટમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને નર્મદા જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
ઉંડવા સાંકળ પ્રાથમિક શાળાના બંને પ્રોજેક્ટની રાજ્ય કક્ષા માટે પસંદગી સમગ્ર ગરૂડેશ્વર તાલુકા અને નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત બની છે. હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી સમગ્ર શાળા પરિવારે આશા વ્યક્ત કરી છે.
📲Get App