🔥 TRENDING चंद्रगुप्त कोयला परियोजना में बाहरी गा... Woman Alerts Lover About Husband's Wal... Five Must‑Watch OTT Releases Launching... गामछ-भवानीपुरा के खेड़ा माताजी मंदिर म... डीडवाना-कुचामन में लाडनू तहसील के दशहर... Actor Yash urges viewers to watch Rama...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં તલોદ પોલીસે પકડી પાડ્યો ૧ વર્ષની સજાનો નાસતા ફરતા આરોપી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 12:38 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર કોર્ટ દ્વારા ૧ વર્ષની સજા ફટકારવામાં આવેલ આરોપી વિપુલકુમાર રાઠોડને તલોદ પોલીસે મોહનપુરમાંથી પકડી પાડ્યો છે. આરોપીને હિંમતનગર જિલ્લા જેલમાં સોંપવામાં આવ્યો છે..

સાબરકાંઠામાં-:
નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ),સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલ તથા એ.કે. પટેલ (વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક,હિંમતનગર) દ્વારા સુચના આપવામાં આવી હતી.આ સુચનાના આધારે તલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડની અધિકૃતિ હેઠળ મોહનપુર ઓ.પી. વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી રહી હતી.આજે તારીખ ૨૦/૧૦/૨૦૨૬ ના રોજ મોહનપુર ઓ.પી.ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટ્રોલિંગ કરતા હતા..

તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રકુમાર અંબાલાલને ખાનગી રાહે માહિતી મળી કે છઠ્ઠા એડી.યુડી.મેજીસ્ટ્રેટ.ફર્સ્ટ.ક્લાસ.કોર્ટ હિંમતનગરના ક્રિમીનલ કેસ નં.૭૩૫૫/૨૦૨૩, ૭૩૫૬/૨૦૨૩ અને ૭૩૫૭/૨૦૨૩ માં નેગો એક્ટ ૧૩૮ મુજબ ૧ વર્ષની સજા સુધીનો દંડ થયેલ આરોપી વિપુલકુમાર ભીખુસિંહ રાઠોડ (રહે. મોહનપુર, તા. તલોદ, જિ. સાબરકાંઠા) પોતાના ઘરે આવેલો છે.આ માહિતી મળતાં તાત્કાલિક મોહનપુર ઓ.પી.ના માણસોને ખાનગી વાહન સાથે રવાના કરવામાં આવ્યા હતા.ઉપરોક્ત સરનામીએ પહોંચી તપાસ કરતાં એક વ્યક્તિ ઘરે હાજર હતી.તેનાથી નામ-પતા પૂછતાં તેણે પોતે વિપુલકુમાર ભીખુસિંહ રાઠોડ હોવાનું જણાવ્યું હતું..

આમ, સદરી આરોપીને પકડી કાર્યવાહી કરી હિંમતનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.એક વર્ષની સજા પડેલ નાસતા-ફરતા સજા વોરંટના આરોપીને પકડવામાં તલોદ પોલીસને સફળતા મળી છે.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી.રાઠોડ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.વી.વહોનીયા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રકુમાર અંબાલાલ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ તુષારસિંહ ભવાનસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મનુભાઈ ઓધારભાઈનો મહત્વનો ફાળો છે.
📲Get App