Crime
ટાઈગર શ્રોફ પર ફાયરિંગની તપાસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સુરત પહોંચી, સીસીટીવીમાં કેદ થયા ત્રણેય હુમલાખોરો
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા શકમંદોની કડી સુરત સુધી લંબાતાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુપ્ત ઑપરેશન દરમિયાન સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી, જ્યાં CCTV ફૂટેજમાં ટાઈગર શ્રોફ પર હુમલો કરનારા ત્રણેય શખ્સો દોડતા જોવા મળ્યા છે.
મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગની ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના શકમંદોની કડી સુરત સુધી લંબાઈ છે. આ પગલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગત મોડી રાતે સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી. આ સમગ્ર ઑપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે સુરત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના એક પણ અધિકારી કે જવાનને અણસાર સુધ્ધાં નહોતો કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આખરે કોને શોધી રહી છે. મુંબઈની ટીમે સ્થાનિક RPF સમક્ષ કોઈ વિગતો જાહેર કર્યા વગર સીધી જ પોતાની રીતે તપાસ હાથ ધરી હતી.
તપાસના ભાગરૂપે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશનના CCTV ફૂટેજની ચકાસણી કરી હતી. આ દરમિયાન અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલો કરનારા ત્રણેય શંકાસ્પદ હુમલાખોરો કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા હતા. ફૂટેજ મુજબ, આ ત્રણેય શખ્સો સૌપ્રથમ રેલવે સ્ટેશન પરિસરની બહારથી અત્યંત ઉતાવળમાં દોડતા નજરે પડે છે.
CCTV ફૂટેજમાં વધુ જોવા મળે છે કે પોલીસની પકડથી બચવા માટે આ ત્રણેય હુમલાખોરો એકસાથે રેલવે સ્ટેશનની અંદર પ્રવેશતા જોવા મળે છે. આ ઘટના પછી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.