🔥 ट्रेंडिंग સુરતના જોલવા ગામમાં ગાયને ખાડીમાંથી બચ... MD NHM jk Athar Aamir Khan visit SKIMS... जंतर मंतर में तिरंगा लहराते हुए अपराध... હળદવા-ડોલવણ રોડ પર મોપેડ‑ટુવ્હીલર ટક્ક... गंगापुर सिटी होकर चलेंगी कोटा-पानीपत औ... ઉમરપાડામાં સરવણ ફોકડી ગામે યોજાયો પશુ...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર ના ગરીયા ગામે થી મળેલ લાશ નો ભેદ ઉકેલાયો પત્ની પ્રેમી મળી કરી પતિ ની હત્યા

✍️ रिपोर्टर: Burhaan Sibhai 🗓 19 अक्टू. 2026, 07:36 PM 👁 42
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના ગરીયા ગામ પાસેથી થી આશરે ત્રણેક દિવસ પહેલા મળી આવેલ લાશ નો ભેદ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે મૃતકની ઓળખ ગરીયા ગામ ના પ્રવિણભાઈ વણકર તરીકે થયેલ અને લાશ મળ્યા બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરેલ હતી જેમાં મૃતકની પત્ની મનીષા બેન અને તેના પ્રેમી કોલવણ ગામના હિતેશ પટેલે મળી મૃતક પ્રવિણભાઈ ની હત્યા કરેલ હોવાનું ચોંકાવનારું સત્ય બહાર આવ્યું હતું મૃતકની પત્ની મનીષા અને હિતેશ પટેલ વચ્ચે પ્રેમસંબંધ હોવાથી હિતેશે મનીષા ને મોબાઈલ ફોન લઈ આપેલ અને આ ફોન બાબતે પતિ એ પૂછપરછ કરતા બંને વચ્ચે ઝગડો થયેલ હતો ત્યારબાદ મનીષાબેન અને હિતેષ બંને મળી પતિ પ્રવિણભાઇ ની હત્યાનું કાવતરું કરેલ અને તેના ભાગ રૂપે આરોપી મનીષા અને ઘરમાં છુપાયેલ તેના પ્રેમી હિતેશ બંને મળી પ્રવીણભાઈને માથામાં લાકડીઓ અને કપડા ધોવાના ધોકા વડે માર મારી ચાદર વડે ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારેલ હતા અને મૃતક ની લાશને ઘર થી દૂર ફેકી દીધેલ હતી આ બાબતે પરિવારના સભ્યો એ મૃતકની શોધખોળ કરતા તેઓની લાશ મળી આવેલ હતી પરિવારજનોની ફરિયાદ ના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી અને હત્યાનો ભેદ ખૂબ જ ટૂંકા ગાળામાં ઉકેલી બંને આરોપીઓ મૃતક ની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે
📲Get App