🔥 ट्रेंडिंग ਰੂਪਨਗਰ ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਪਿੰਡ ਹਿਯਾ... अमेठी के CHC मुसाफिरखाना के बाहर लगभग... जुआ खेलते 10 आरोपी गिरफ्तार, 16,300 रु... श्री कृष्णा ड्रामाटिक क्लब मिर्चिया मं... નખત્રાણા પોલીસે PGVCL સ્ટોરમાં થયેલ ચો... હિંમતનગરમાં 35 ફૂટનો રાવણ પૂતળો દહન મા...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં નવરાત્રિ ડોમમાં ખેલૈયાઓનો રોષ, બોક્સ ઓફિસમાં તોડફોડ અને યુવતીઓ સાથે અભદ્ર વર્તનનો ગંભીર આરોપ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 19 अक्टू. 2026, 05:44 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના બે મોટા નવરાત્રિ ગ્રાઉન્ડમાં શનિવારે મોડી રાત્રે બબાલ ફૂટી પડ્યો હતો. ઓજી નવરાત્રિમાં પાસ ખરીદ્યા છતાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓએ તોડફોડ કરી હતી, જ્યારે સુવર્ણ નવરાત્રિમાં બાઉન્સરો દ્વારા યુવતીઓ સાથે અભદ્ર વર્તન થયું હતું.

સુરતમાં ચાલુ નવરાત્રિના ઉત્સાહ વચ્ચે ખાનગી ડોમ આયોજકોની ગંભીર બેદરકારી અને ગેરવર્તણૂક સામે આવી છે. શનિવારે મોડી રાત્રે સુરત શહેરના બે મોટા નવરાત્રિ ગ્રાઉન્ડ બબાલ અને અફરાતફરીનો અખાડો બની ગયા હતા. સરસાણા સ્થિત ઓજી નવરાત્રિમાં પૈસા ખર્ચીને પાસ ખરીદ્યા બાદ પણ પ્રવેશ ન મળતા રોષે ભરાયેલા ખેલૈયાએ બોક્સ ઓફિસમાં તોડફોડ કરી હતી. બીજી તરફ ડુમસ રોડ પર આવેલી સુવર્ણ નવરાત્રિમાં બાઉન્સરો દ્વારા યુવતીઓ સાથે અભદ્ર વર્તન કરાતા મામલો ગરમાયો છે, જ્યાં એક યુવતી રડતા-રડતા પોતાની આપવીતી વર્ણવતી કેમેરામાં કેદ થઈ હતી.

સરસાણા સ્થિત એસી ડોમ ખાતે આયોજિત 'ઓજી નવરાત્રિ'માં શનિવારે રાત્રે મોટી સંખ્યામાં ખેલૈયાઓ પહોંચ્યા હતા. મોંઘાભાવના પાસ ખરીદ્યા હોવા છતાં આયોજકોએ ક્ષમતા કરતાં વધુ પાસનું વેચાણ કરી દેવાયું હોવાના આક્ષેપ સાથે હજારો ખેલૈયાને ગેટ બહાર જ અટકાવી દીધા હતા. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ અંદર ન જવા દેવાતા આખરે ખેલૈયાનો સંયમ તૂટ્યો હતો.

ઉશ્કેરાયેલા ટોળાએ સૂત્રોચ્ચાર કરી આયોજકો સામે હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે, લોકોએ બોક્સ ઓફિસની કેબિન અને બેરિકેડ્સ તોડી પાડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસે દોડી આવી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાએ શહેરમાં નવરાત્રિના આયોજનની ગુણવત્તા અને સુરક્ષા પ્રત્યે ગંભીર પ્રશ્ન ચિહ્નો ઊભા કર્યા છે.
📲Get App