🔥 TRENDING India Women Beat Zimbabwe in 53 Balls,... Eugenio Chacarra Leads Race to Dubai,... Mighty Marathas Secure APL 2026 Title... Rajinikanth’s Jailer 2 Surpasses Rs 4.... J&K Government Orders Immediate Appoin... Madhya Pradesh Village Worships Ravana...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દામનગરના મયુર ગઢવીએ ભૂટાનમાં બે વર્ષની ફરજ પૂર્ણ કરી પંથકનું ગૌરવ વધાર્યું

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 19 Oct 2026, 10:42 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દામનગરના મયુર ગઢવીએ ભારતીય સેનામાં સિપાહી તરીકે IMTRAT સાથે ભૂટાનમાં બે વર્ષની ફરજ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી છે. પિતાની અવસાન પછી મુશ્કેલીઓનો સામનો કરીને તેમણે સેનામાં સ્થાન મેળવ્યું છે.

દામનગરના શિવનગર સોસાયટીમાં રહેતા અને મૂળ સુવાગઢ ગામના વતની મયુર ગઢવીએ ભૂટાનમાં બે વર્ષ ફરજ બજાવી પંથકનું ગૌરવ વધાર્યું છે. ભારતીય સેનામાં સિપાહી તરીકે દેશસેવા કરતા મયુરભાઈએ ઇન્ડિયન મિલિટરી ટ્રેનિંગ ટીમ (IMTRAT) સાથે ભૂટાનમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી છે. હાલમાં તેમનું પોસ્ટિંગ પંજાબમાં છે.

મયુર ગઢવીના પિતા સ્વ. મનહરદાન (મનુભાઈ) ગઢવી ઓટોરિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બંને પુત્રોને શિક્ષણ આપ્યું હતું. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ મયુરભાઈએ મુશ્કેલ પરિસ્થિતિમાં અભ્યાસ અને સખત તાલીમ પૂર્ણ કરી સેનામાં સ્થાન મેળવ્યું હતું. તેમની આ સફળતાએ પંથકમાં ખુશીનો માહોલ છાપ્યો છે.
📲Get App