🔥 TRENDING Chowna Mein Calls on Youth to Prioriti... Father and Son Arrested for Killing Mi... Two Suspects Arrested in Murder of SPO... JKBOSE Relocates Class 10 Exam Centre... જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રૂ. ૩ લાખન... ಬ್ಯಾಕೋಡನಲ್ಲಿ ಪ್ರಜಾಸೇವಾ ಆಂದೋಲನ | ಎಸ್.ಎಚ...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લાઠીમાં કિશોરને 'ત્રાંસી નજર' આપવાની જાહેરમાં ગાળો બોલી ઝાપટ માર્યા, જાનથી મારી નાખવાની ધમકી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 19 Oct 2026, 10:40 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠીના ભવાની સર્કલમાં એક કિશોરને 'તું કેમ મારા ભાઈ સામે ત્રાંસી નજરથી જોવે છે?' કહી ગાળો બોલી ઝાપટ મારવામાં આવ્યા હતા. બનાવમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

લાઠીમાં ભવાની સર્કલ સામે દરવાજા પાસે રોડ પર એક કિશોરને 'તું કેમ મારા ભાઈ સામે ત્રાંસી નજરથી જોવે છે?' તેમ કહી ગાળો બોલી ઝાપટ મારવામાં આવ્યા હતા. આ બનાવમાં કિશોરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

બનાવ અંગે લાઠીમાં રહેતા જેનીશભાઈ ભરતભાઈ આકોલીયા (ઉંમર ૧૯) એ લાઠીમાં રહેતા અયાન લઢીયારી, મુનીર શેખ, વારીશ લઢીયારી તેમજ શેખ પીપરીયા ગામે રહેતા જીશાન શેખ અને અન્ય ૧૦ અજાણ્યા છોકરાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, જેનીશભાઈને વારીશ લઢીયારી સામે ત્રાંસી નજરે જોવાની બાબતે માર મારવાનું કહેવામાં આવ્યું હતું. આ બાબતે સમાધાનની વાતચીત કરવા માટે જેનીશભાઈ સાટુ સ્કૂલની બહાર નીકળ્યા હતા. ત્યારે જીશાન શેખે સમાધાનની વાતચીત કરવા માટે તેમને પોતાની બાઈકમાં બેસાડી સ્કૂલ બહાર ગેટ પાસે લઈ ગયા હતા.

સ્થળ પર પહોંચ્યા બાદ અયાન લઢીયારીએ જેનીશભાઈને 'તું કેમ મારા ભાઈ વારીશ સામે ત્રાંસી નજરથી જોવે છે?' તેમ કહ્યું હતું. તેમ કહી તેમણે જેમ આવે તેમ ગાળો બોલીને ઝાપટ માર્યા હતા. આ દરમિયાન તેમણે મોબાઈલ ચાર્જરના વાયર વડે જેનીશભાઈના વાંસાના ભાગે એક ઘા પણ માર્યો હતો.
📲Get App