🔥 ट्रेंडिंग भरगामा के जयनगर दुर्गा मंदिर में महाअष... जिलाधिकारी और पुलिस अधीक्षक ने सलेमपुर... ਰੂਪਨਗਰ ਵਿੱਚ ਗੈਰ-ਕਾਨੂੰਨੀ ਦਵਾਈਆਂ ਦੀ ਵਿਕਰ... ਕੈਨੇਡਾ ਦੀਆਂ ਚੋਣਾਂ ''ਚ ਪੰਜਾਬੀਆਂ ਨੇ ਕਰਾਈ... कृष्णापुरी मेले में भारी भीड़, आयोजन प... नंदुरबारमधील दोन घरफोड्या उघड, चौघे ता...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

સુરતના ટેક્સટાઇલ ક્રાઈસિસમાં આપનો ભાજપ પર પ્રહાર: 'યુપી ચૂંટણીના ડરે નેતાઓ મોં સીવીને બેઠા'

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 19 अक्टू. 2026, 06:18 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં ચાલી રહેલા વિવાદને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપ પર આક્ષેપ કર્યો છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વોટબેંક સાચવવા માટે સરકારે ઉદ્યોગને હોમાઈ જવા દીધો છે.

સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં કારખાનેદારો અને કારીગરો વચ્ચે ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ઉદ્યોગ પર ઘેરાયેલા સંકટ વચ્ચે પણ રાજ્ય સરકાર અને સ્થાનિક નેતાગીરીના રહસ્યમય મૌન સામે આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં આવી છે. આપના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી સહિતના પદાધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીમાં પરપ્રાંતીય મતો તૂટવાના ડરે ભાજપના તમામ નેતાઓ મોં સીવીને બેસી ગયા છે.

પત્રકાર પરિષદમાં આપે સીધો પ્રહાર કરતા જણાવ્યું કે સુરતમાં એમ્બ્રોઇડરી ક્ષેત્રે મોટાપાયે કામ કરતા કારીગરો ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે. આગામી સમયમાં યુપીમાં ચૂંટણી હોવાથી જો ભાજપ સરકાર કે તેના નેતાઓ મશીન માલિકોના પક્ષમાં બોલે અથવા કડક વલણ અપનાવે તો યુપીમાં ભાજપની વોટબેંક તૂટવાનો ડર સતાવી રહ્યો છે.

ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો કે ભાજપ માટે પ્રદેશ કે ઉદ્યોગનું હિત નહીં, પણ માત્ર ચૂંટણી જીતવી જ સર્વોપરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સુરતની લોકસભા ચૂંટણી પતી ગયા બાદ શાસકોએ સુરતીઓની ચિંતા છોડી દીધી છે અને હવે ગુજરાતની આગામી ચૂંટણી આવશે ત્યારે ફરીથી માત્ર વાયદાના લોલીપોપ પકડાવવા નીકળશે.
📲Get App