स्थानीय
સાબરકાંઠા અંબિકા માતાજી મંદિર ખાતે નવરાત્રી મહોત્સવમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ શક્રાદય સ્તુતિનો પાઠ..
સાબરકાંઠા અંબિકા માતાજી મંદિર ખાતે નવરાત્રી મહોત્સવમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ શક્રાદય સ્તુતિનો પાઠ કર્યો અને આવતીકાલે હવન તથા ડ્રોન શોનું આયોજન છે..
સાબરકાંઠામાં-:
રવિવાર 18 ઓક્ટોબર 2026ના રોજ, બોલુંદ્રા સંસ્કૃત પાઠશાળાના 15 વિદ્યાર્થીઓ અને બે અધ્યાપકો ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે શક્રાદય સ્તુતિનો પાઠ કર્યો.મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડ અને મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે કાર્યક્રમ સવારે 10:30 વાગ્યે યોજાયો અને શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્તુતિનો પાઠ કરવામાં આવ્યો. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો..
સોમવાર 19 ઓક્ટોબર 2026ના રોજ, આસો સુદ આઠમ માટે હવનનું આયોજન 10:30 વાગ્યે કરવામાં આવશે અને હવનની પૂર્ણાહુતિ સાંજે 4:30 વાગ્યે થશે.સવારે 6:00 વાગ્યે મંગળા આરતી યોજાશે અને 108 પ્રદક્ષિણા માટે મંદિર સવારે 5:00 વાગ્યે ખોલવામાં આવશે.તે જ દિવસે, 19 ઓક્ટોબર, સાંજે 10:00 વાગ્યે સમૂહ આરતી પછી 10:15 વાગ્યે ધાર્મિક ડ્રોન શોનું આયોજન કરવામાં આવશે,જે એક કિલોમીટર દૂરથી પણ નિહાળી શકાશે.આ કાર્યક્રમ નવરાત્રી મહોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવી રહ્યો છે અને વર્ષો જૂની પરંપરાને જાળવી રાખે છે.