પાટણ જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી: કેસણગઢ ગામે ભેંસ ચોરીના ભેદ ઉકેલાયા, ત્રણ આરોપી ઝડપાયા
यहाँ देखें:
▶️ YouTube
પાટણ જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી: કેસણગઢ ગામે ભેંસ ચોરીના ભેદ ઉકેલાયા, ત્રણ આરોપી ઝડપાયા
પાટણ, તા. 18 ઓક્ટોબર, 2026
પાટણ જિલ્લા પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન વારાહી પોલીસને સફળતા મળી છે. કેસણગઢ ગામે થયેલી ભેંસ ચોરીના બનાવોનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીમાં ગયેલી એક ભેંસ તથા ચોરી માટે ઉપયોગમાં લેવાતું પીકઅપ ડાલું કબજે કરવામાં આવ્યું છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા પાટણના પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બે સાહેબની સૂચના અને રાધનપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકની માર્ગદર્શન હેઠળ વારાહી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે ત્રણ ઈસમો પીકઅપ ડાલાની મદદથી ભેંસ ચોરી કરવા આવવાના છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં કેસણગઢ ગામમાં થયેલી ભેંસ ચોરી તેમજ છેલ્લા બે મહિનામાં અલગ-અલગ સ્થળોએ થયેલી ભેંસ ચોરીની ઘટનાઓ અંગે મહત્વની માહિતી મળી હતી.
પોલીસ તપાસમાં જામવાડા રોડ પર આવેલા ખેતરમાંથી એક ભેંસ, ધોકાવાડા ગામેથી એક ભેંસ, બાબરાથી એક ભેંસ અને એક નાનું બચ્ચું, આલુવાસથી એક ભેંસ, ભાભરનેસડા રોડ પર આવેલી આનંદ ગૌશાળા નજીકના બગીચામાંથી એક ભેંસ તથા અમદાવાદ જિલ્લાના માંડલમાંથી બે ભેંસની ચોરી થયાની વિગતો સામે આવી હતી.
આમ, પોલીસે કેસણગઢ ગામે થયેલી ભેંસ ચોરીના બનાવોનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓનાં નામ
1. મુકેશભાઈ જયંતીભાઈ ઠાકોર, રહે. વડપગણ, તા. ભાભર, જી. બનાસકાંઠા.
2. શૈલેષભાઈ રણછોડભાઈ ઠાકોર, રહે. યાત્રા, તા. ભાભર, જી. બનાસકાંઠા.
3. કરણભાઈ બાબુભાઈ ઠાકોર, રહે. માંડલ, હનુમાનજીની પાછળ, તા. માંડલ, જી. અમદાવાદ.
કબજે કરાયેલો મુદ્દામાલ
- એક ભેંસ.
- પીકઅપ ડાલું નંબર GJ-08-AW-8852.
કામગીરી કરનાર પોલીસ ટીમ
વારાહી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.જે. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય.એન. પટેલ તથા અન્ય પોલીસ કર્મચારીઓએ આ કામગીરીમાં ભાગ લીધો હતો.
પાટણ જિલ્લા પોલીસની આ કામગીરીથી પશુચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે