🔥 ट्रेंडिंग महाराजगंज के महुआरी बाजार में मां दुर्... जिलाधिकारी विजय कुमार मीणा ने जरती माई... નવરાત્રિમાં ગરબાને બદલે ભવાઈ અને નાટકો... ગુજરાત કબડ્ડી લીગમાં ભરુચ લાયન્સ ટીમની... భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న సద్... ખેલ મહાકુંભ: લુણાવાડા ટ્રેક અને ખેલાડી...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીનગરના સાંતેજ નજીક સિઘલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, ફેક્ટરીમાં અફરાતફરીનો માહોલ

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 18 अक्टू. 2026, 05:20 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગરના સાંતેજ નજીક કારોલી પાસે આવેલી સિઘલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફેક્ટરીમાં આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા. આગની જ્વાળાઓ અને ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગની ઘટનાને પગલે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓમાં દોડધામ મચી હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. આગની ઘટનામાં કેટલું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App