🔥 TRENDING અરવલ્લી, ભિલોડામાં બે બાઈકનું ટક્કર, 3... Abhijit Roy Featured in The Tribune Chandigarh Police Releases Brief of Ca... Police Detain 12 in Kolkata Stampede I... Delhi Police Violence Sparks Nationwid... Shaun the Sheep: The Beast of Mossy Bo...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાઠી તાલુકામાં સમાવિષ્ટ કુલ ૧૩ સેજામાં મહેસૂલી તલાટીઓ હુકમ મુજબ ફરજરત રહેશે

લાઠી તાલુકામાં સમાવિષ્ટ કુલ ૧૩ સેજામાં મહેસૂલી તલાટીઓ હુકમ મુજબ ફરજરત રહેશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 18 Oct 2026, 11:20 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લાઠી તાલુકામાં સમાવિષ્ટ કુલ ૧૩ સેજામાં મહેસૂલી તલાટીઓ હુકમ મુજબ ફરજરત રહેશે


અમરેલી તા. ૧૭ ઓક્ટોબર
લાઠીના આંબરડી સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી મંગળવાર આંબરડી મુકામે ઉપસ્થિત રહેશે. બુધવાર થી ગુરૂવાર મામલતદાર કચેરી, લાઠી તેમજ શુક્રવાર અને શનિવાર સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

ચાવંડ સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી મંગળવાર ચાવંડ મુકામે, બુધવારે દેરડી જાનબાઇ અને ગુરૂવારે મામલતદાર કચેરી-લાઠી, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

શેખ પીપરીયા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી મંગળવાર હરસુરપુર અને બુધવારે શેખ પીપરીયા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લાઠી, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

જરખીયા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી મંગળવાર જરખીયા મુકામે, બુધવારે માલવીયા પીપરીયા, ગુરૂવારે મામલતદાર કચેરી-લાઠી, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

મતિરાળા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી મંગળવાર મતિરાળા મુકામે, બુધવારે લુવારીયા, ગુરૂવારે મામલતદાર કચેરી-લાઠી, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

આંસોદર સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી મંગળવાર આંસોદર, બુધવારે અકાળા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લાઠી, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

શાખપુર સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી મંગળવાર શાખપુર તેમજ બુધવારે ઇંગોરાળા અને ગુરૂવારે મામલતદાર કચેરી-લાઠી, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

નાના રાજકોટ સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી મંગળવાર નાના રાજકોટ, બુધવારે ભુરખીયા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લાઠી, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે તેમ લીલીયા મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ઠાંસા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી મંગળવાર ઠાંસા, બુધવારે ધ્રુફણીયા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લાઠી, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે તેમ લીલીયા મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ધામેલ સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી મંગળવાર ધામેલ, બુધવારે ભટવદર મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લાઠી, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે તેમ લીલીયા મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

કસ્બા તલાટી લાઠી-૧ અને ૨ સેજામાં મહેસૂલી તલાટી સોમવાર થી શનિવાર સુધી મામલતદાર કચેરી-લાઠી, ખાતે ઉપસ્થિત રહેશે અને કામગીરી કરશે.

કસ્બા તલાટી-દામનગર સેજામાં મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર અને શુક્રવાર થી શનિવાર સુધી નગરપાલિકા કચેરી દામનગર, તેમજ ગુરૂવારે મામલતદાર કચેરી-લાઠી ખાતે ઉપસ્થિત રહીને ફરજરત રહેશે તેમ લાઠી મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App