🔥 ट्रेंडिंग અમરેલીમાં બાઈક ચોરી, હેડ કોન્સ્ટેબલ ધન... બળેલ પીપરીયા ગામના પૂજારીનું ઝેરી દવા... સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિક... सागर के बंडा में महिला किसान दिवस पर 1... जयदेव नागेश्वरी जयनगर में 500‑वर्षीय द... श्रीरामलीला मंचन के अष्टम दिवस मुख्य...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા ઇન્ચાર્જ કલેક્ટર એચ.પી.પટેલે પ્રજાલક્ષી પ્રશ્નોનો સમયસર નિકાલ સુનિશ્ચિત કર્યો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 अक्टू. 2026, 10:40 PM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઇન્ચાર્જ કલેક્ટર એચ.પી.પટેલની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ, જેમાં શાળાઓ, પાણી, રસ્તા, મોબાઈલ ટાવર અને પેન્શન કેસો સહિતના પ્રજાલક્ષી અને વિકાસલક્ષી પ્રશ્નો રજૂ થયા..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં ઇન્ચાર્જ કલેક્ટર એચ.પી.પટેલની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ,જેમાં પ્રજાલક્ષી પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ.બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલે શાળાઓના ઓરડા,પીવાના પાણી, જર્જરીત મકાનો, શાળાની જમીન, ગ્રામ પંચાયતના મકાનોના બાંધકામ, નલ સે જલ, રોડ રસ્તા સહિતના પ્રશ્નો રજૂ કર્યા..

હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ સર્વિસ રોડ,હિંમતનગર શહેરી વિસ્તારના રસ્તાઓ,નવી મંજૂર થયેલી માધ્યમિક શાળાઓનાં ટેન્ડર, જમીન સંબંધિત, વીરાવાડા ખાતે મોબાઈલ ટાવર,રવિ સિઝન માટે પાણી છોડવા તેમજ તળાવ ભરવા સહિતના પ્રજાલક્ષી અને વિકાસલક્ષી પ્રશ્નો રજૂ કર્યા.

ઇન્ચાર્જ કલેક્ટરએ સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોની ગંભીરતાથી સમીક્ષા કરી, પરસ્પર સંકલન જાળવીને જવાબદારીપૂર્વક કામગીરી કરવા અને સમયમર્યાદામાં સંતોષકારક નિકાલ લાવવા સૂચના આપી.બેઠકના બીજા તબક્કામાં સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો અને નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલ અંગે સમીક્ષા કરવામાં આવી.
📲Get App