🔥 TRENDING Rajinikanth's 'Jailer 2' Holds Strong... Mizoram PWD Starts Disbursing Suppleme... Mizoram Showcases Champhai’s Bloom at... China Hosts 'Naming Game' Cultural Eve... Two Women Detained with 186g Heroin in... J&K Government Launches Circular Econo...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મિત્રની પત્ની સાથે અનૈતિક સંબંધની શંકા: બ્રોકરનું અપહરણ, કીમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 12:08 PM 👁 10
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્યાદલા ગામમાં રહેતા મૂળ ઓડિશાના બ્રોકર સંતોષ નાગેન્દ્ર દલાઈનું મિત્રની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા રાખી ચાર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ મામલે પત્નીની ફરિયાદના આધારે કીમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્યાદલા ગામની રાજ મંદિર રેસિડેન્સીમાં રહેતા મૂળ ઓડિશાના વતની અને બ્રોકર તરીકે કામ કરતા સંતોષ નાગેન્દ્ર દલાઈનું મિત્રની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાના આધારે ચાર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે સંતોષની પત્ની સસ્મીતાબેન દલાઈ દ્વારા કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 9 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે સંતોષ દલાઈ પોતાના પરિવાર સાથે જમી પરવારીને સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રિના આશરે 10:15 વાગ્યાના અરસામાં કોઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે સસ્મીતાબેને દરવાજો ખોલ્યો ત્યારે સંતોષના પરિચિત મિત્ર વિક્રમ બિકારી સ્વાઈ ઊભેલા જોવા મળ્યા હતા.

વિક્રમે જરૂરી કામ હોવાનું જણાવી સંતોષને બહાર બોલાવવાનું કહ્યું હતું. જેથી પત્નીએ સૂતેલા સંતોષને જગાડતા તેઓ બહાર આવ્યા હતા. બહાર આવ્યા બાદ વિક્રમે વાતચીતના બહાને સંતોષને ઘરથી થોડે દૂર લઈ ગયો હતો, જ્યાં અન્ય ત્રણ શખ્સો પણ હાજર હતા અને ત્યારબાદ તેઓ સંતોષનું અપહરણ કરીને લઈ ગયા હતા.
📲Get App