🔥 TRENDING શિહોરીમાં શ્રી શક્તિ માય મંડલ ગ્રુપ દ્... मानसून report দুর্গাপূজায় চরবাগানে পদপিষ্ট হয়ে ১৮... દેવભૂમિ દ્વારકામાં GRD જવાનોના ફરજના સ... Two Bihar Men Detained in Connection w... BCCI Teases Date and Venue for IPL 202...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજુલાના વાવેરા ગામે ખેડૂતને બળદગાડામાંથી ઉતારી ફટકાર્યા, મોઢું દબાવી પથ્થર માર્યા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 17 Oct 2026, 11:36 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા તાલુકાના વાવેરા ગામે બળદગાડામાં ઘરે જઈ રહેલા એક વૃદ્ધ ખેડૂતને ચાર શખ્સોએ આંતરી માર માર્યો હતો. આરોપીઓએ ખેડૂતનું મોઢું દબાવી પથ્થર માર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

રાજુલા તાલુકાના વાવેરા ગામે એક ખેડૂતને બળદગાડામાંથી નીચે ઉતારી ફટકારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત આરોપીઓએ મોઢું દબાવી પથ્થરના છૂટા ઘા પણ માર્યા હતા. આ બનાવ અંગે કાળુભાઈ અરજણભાઈ બારૈયા (ઉં.વ. ૬૪)એ જેન્તીભાઈ પ્રેમજીભાઈ બારૈયા, ધનાભાઈ રાધવભાઈ બારૈયા, ભરતભાઈ પ્રેમજીભાઈ બારૈયા તથા મનિયાબેન જેન્તીભાઈ બારૈયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કાળુભાઈ પોતાની વાડીએથી બળદગાડું લઈને ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન જેન્તીભાઈ બારૈયાએ તેમને જેમ ફાવે તેમ ગાળો આપી બે લાફા મારી દીધા હતા. આ સમયે અન્ય આરોપીઓએ પણ ગાળો આપી હતી.

ત્યારબાદ ધનાભાઈ રાધવભાઈ બારૈયાએ તેમને બળદગાડામાંથી નીચે ઉતારી શરીરે કીકાપાટુનો માર મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે ભરતભાઈએ તેમનું મોઢું દબાવી રાખ્યું હતું. આ સિવાય જતા-જતા જેન્તીભાઈએ પથ્થરનો છૂટો ઘા મારી કાળુભાઈને જમણા હાથે કોણી પાસે ઈજા પહોંચાડી હતી.

બનાવ બાદ ચારેય આરોપીઓ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી નીકળી ગયા હતા. બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. કે. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
📲Get App