अपराध
સુરત: કરોડોના ડિજિટલ અરેસ્ટ ગુનાનો મુખ્ય સૂત્રધાર અલ્તાફ મેમણ ઉધના દરવાજા પાસેથી ઝડપાયો
यहाँ देखें:
📘 Facebook
અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલા કરોડો રૂપિયાના ડિજિટલ અરેસ્ટ ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે વોન્ટેડ સાયબર ગુનેગાર અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણ હબીબભાઈ પીઠડીયાને સુરત પોલીસે ઉધના દરવાજા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે.
સુરત શહેર પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલા કરોડો રૂપિયાના ડિજિટલ અરેસ્ટ ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે વોન્ટેડ સાયબર ગુનેગાર અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણ હબીબભાઈ પીઠડીયાને ઉધના દરવાજા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, 37 વર્ષીય આ આરોપી મૂળ ભાવનગરના તળાજા તાલુકાના સેળાવદર ગામનો વતની છે. તે સુરતના ઉનગામ ખાતે સાબરીનગર પાસે આવેલી સ્કાય હાઈટ્સ રેસીડેન્સીના ફ્લેટ નંબર 404માં રહીને ભંગારની દલાલી કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલા કરોડો રૂપિયાના ડિજિટલ અરેસ્ટ ગુનામાં મુખ્ય સૂત્રધાર હતો અને છેલ્લા ઘણા સમયથી પોલીસથી છુપાઈને ફરતો હતો.
સુરત પોલીસે બાતમીના આધારે આ આરોપીને દબોચી લીધો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આ ખતરનાક ઠગનો કબજો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.