🔥 TRENDING ધારી-અમરેલી રોડ પરના ભયજનક વળાંકને દૂર... BreakingNews वृंदावन की हरे कृष्णा आर्... વડોદરા: વોર્ડ ૧૫ ના કોર્પોરેટર આશિષભાઈ... वाराणसी में ABVP की तिरंगा यात्रा: दिल... મહીસાગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અ... পদপিষ্ট। মৃ*ত্যু ১৭ জনের(হাসপাতাল সূত্...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

શામળાજી પોલીસે હોટલ સંચાલક પર હુમલાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Oct 2026, 09:58 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આશીર્વાદ હોટલમાં ભાડા અને હિસાબના મુદ્દે થયેલી તકરાર બાદ હોટલ સંચાલક અને તેમના પરિવાર પર લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કરનાર પાંચ આરોપીઓને શામળાજી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

અરવલ્લીના-:
શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ આશીર્વાદ હોટલ ખાતે હોટલ ખાલી કરાવવાના મુદ્દે થયેલી તકરારમાં હોટલના સંચાલક તથા પરિવારજનો પર લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કરવાના બનાવમાં પાંચ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી શામળાજી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે.આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જાહેર શાંતિનો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી હતી..

તે દરમિયાન ગત તા.૧૪/૧૦/૨૦૨૬ના રોજ નેશનલ હાઇવે પર નવા વેણપુર ગામની સીમામાં આવેલી આશીર્વાદ હોટલ ખાતે હોટલના ભાડા તથા હિસાબના મુદ્દે થયેલી તકરાર દરમ્યાન કેટલાક ઇસમોએ હોટલ સંચાલક તથા તેમના પરિવારજનો પર લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કરી મારામારી કરી હતી.આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં હોટલ સંચાલક દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો હતો.શામળાજી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહીતા (BNS) ૨૦૨૩ ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા બાદ, પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ અને શોધખોળ શરૂ કરવામાં આવી હતી.આ તપાસના અંતે પોલીસે મારામારી કરનાર પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઝડપાયેલા આરોપીઓમાં જીતેન્દ્રકુમાર, બ્રિજેશ, શંકરભાઇ, અને રણજીતકુમારનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧૩,૫૫,૫૦૦/- નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે..

જ્યારે એક આરોપી વનરાજ ઉર્ફે મુન્નો બાબુભાઇ હોથા હાલ ફરાર છે,જેની શોધખોળ ચાલુ છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.માલ શામળાજી પોલીસ સ્ટેશન,પોલીસ સબ ઇન્સ્પેકટર પી.ડી.ગોહીલ શામળાજી પોલીસ સ્ટેશન,પોલીસ સબ ઇન્સ્પેકટર એન.બી.ચૌધરી શામળાજી પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીનલકુમાર ભીખાભાઇ શામળાજી પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર સોમાભાઇ શામળાજી પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર ધુળજીભાઇ શામળાજી પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ ભીખુસિંહ શામળાજી પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કિરીટકુમાર દોલજીભાઇ શામળાજી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ આરોપીઓની ગુનામાં સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી કાયદા મુજબની કાર્યવાહી આગળ ચક્રોગતિમાન કરેલ છે.
📲Get App