🔥 ट्रेंडिंग !मुरबाड तालुक्यातील मानिवली (व्यापारी... mathura छाता नगर पंचायत बनी आदर्श नगर... રાજકોટ: ૧.૫૩ કરોડની લૂંટ અને હત્યાના આ... एपी ने विज़ाखपट्नम में सीआईआई शिखर सम्... अमित शाह ने वादा किया, आरिहा को वापस ल... गुजरात में रासायनिक विस्फोट में पाँच क...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રી જે.એ. સંઘવી હાઈસ્કૂલ, રાજુલા ખાતે વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 17 अक्टू. 2026, 01:16 PM 👁 21
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી જે.એ. સંઘવી હાઈસ્કૂલ, રાજુલા ખાતે વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ


રાજુલા, તારીખ. 17/10/2026

આજરોજ તારીખ 17/10/2026 ના રોજ શ્રી જે.એ. સંઘવી હાઈસ્કૂલ, રાજુલા ખાતે વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વ્યસનના દૂષણો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વ્યસનમુક્ત સમાજના નિર્માણનો સંદેશો આપવાનો હતો.

આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વ્યસનથી થતા શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક નુકસાનો વિશે પોતાના વિચારો ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યા હતા.

સ્પર્ધાના અંતે નિર્ણાયકશ્રીઓ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકગણ ભારે જહેમત ઉઠાવી હતી.
📲Get App