🔥 TRENDING রাষ্ট্রীয় স্বয়ং সেবক এর বুক স্টল উদ্... Chhattisgarh LoP Mahant Sends Letter t... रतनपुरा गांव में आशुतोष कुमार के साथ द... Pilot Warns Punjab's Drug‑Gun Nexus Re... Guldar ki dahshat India to Observe School Holiday on Sat...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત

પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 17 Oct 2026, 10:08 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત

અમરેલી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ

અમરેલી, તા. ૧૬ ઓક્ટોબર
ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર (Digital Public Infrastructure for Agriculture)ના ભાગરૂપે એગ્રીસ્ટેક (AgriStack) પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોની નોંધણી માટે વર્ષ ૨૦૨૪-૨૫થી ફાર્મર રજિસ્ટ્રી અમલમાં મૂકવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડીની જેમ ૧૧ અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે.

ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારની કૃષિલક્ષી વિવિધ કલ્યાણકારી અને સહાયકારી યોજનાઓના લાભ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર ઉપલબ્ધ કરાવવાનો છે. ફાર્મર રજિસ્ટ્રેશન દ્વારા ખેડૂતોની વિગતોનું ડિજિટલ સંકલન કરીને સરકારી યોજનાઓના લાભ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિ સહાયકારી યોજનાઓના લાભ સરળતાથી મેળવવા માટે પણ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આથી, અમરેલી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને સમયસર યોજનાકીય લાભો મેળવવા માટે વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે.

ખેડૂતો પોતાના ગામના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE), વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર (VLE) અથવા જનસેવા કેન્દ્ર મારફતે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો પોતાના મોબાઈલ ફોન દ્વારા https://gjfr.agristack.gov.in વેબસાઈટ પર જઈને જાતે પણ ઓનલાઈન સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકે છે. નોંધણી કરાવવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર અને ખેતીની જમીનની વિગતો સાથે રાખવાની રહેશે.

અમરેલી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને ખાસ અપીલ કરવામાં આવે છે કે, પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિલક્ષી સહાયકારી યોજનાઓના લાભ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન તાત્કાલિક કરાવી લે. જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી, તેઓ નજીકના VCE/VLE અથવા જનસેવા કેન્દ્રનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો સાથે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરે અને પોતાનો ૧૧ અંકનો યુનિક ફાર્મર આઈડી મેળવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
📲Get App