🔥 TRENDING GSI Finds Critical Minerals in Goa's L... Goa Aims to Become India’s Next Tech H... Amar Ujala Launches Live Bihar News Up... फर्रुखाबाद में आबकारी विभाग की ताबड़तो... गल्ला व्यापारी से 14 लाख की लूट का खुल... एटा: निधौली कलां पुलिस ने साइबर ठगी के...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઇડર પોલીસે સજા વોરન્ટમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો..
Crime

ઇડર પોલીસે સજા વોરન્ટમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Oct 2026, 12:45 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે, ઇડર પોલીસે સજા વોરન્ટમાં લાંબા સમયથી નાસતા ફરતા એક આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠાના નિર્દેશોને પગલે હાથ ધરવામાં આવી હતી..

સાબરકાંઠામાં-:
નામદાર કોર્ટ દ્વારા સજા થયેલા અને વોરન્ટ ઇશ્યૂ કરાયેલા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિર્દેશોના પાલનમાં ઇડર પોલીસ સક્રિય બની હતી. પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને પગલે નાયબ પોલીસ અધિક્ષક, ઇડર વિભાગ સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.ગતરોજ તા. ૧૬/૧૦/૨૦૨૬ ના રોજ ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. ચૌધરીના નેતૃત્વ હેઠળ પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, ઇડર દ્વારા ફો.પ.અ. નં. ૨૩૦૨/૨૦૨૫ ના કામે સજા થયેલ આરોપી પંડ્યા દિનેશભાઈ પ્રવિણભાઈ, જે પરમાર વાસ, જુના પોલીસ સ્ટેશન પાસે, ઇડર, સાબરકાંઠાનો રહેવાસી છે, તેની વિરુદ્ધ સજા વોરન્ટ ઇશ્યૂ થયેલું છે..

આરોપી પંડ્યા દિનેશભાઈ પ્રવિણભાઈ છેલ્લા ઘણા સમયથી સજા વોરન્ટના કામે નાસતો ફરતો હતો.બાતમી હકીકત મુજબ આરોપી હાલ નાયકનગર વિસ્તારમાં એક પાન મસાલાના ગલ્લા પાસે સફેદ ટીપકાંવાળો શર્ટ પહેરીને હાજર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.આ બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઉપરોક્ત ફો.પ.અ.નંબરના કામે સજા થયેલ નાસતા ફરતા આરોપી પંડ્યા દિનેશભાઈ પ્રવિણભાઈને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. ચૌધરી, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ પ્રહલાદસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર રઘજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ નરેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હર્દિકકુમાર લાલજીભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેશરીસિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
📲Get App