🔥 TRENDING Delhi High Court probes police inactio... Damru's Day‑2 Box‑Office Collection Sh... Man Freed in Drug Case After Court Fin... Goa Opposition Demands Explanation on... Cyberfrauds Persist in South Goa Despi... Sri Lanka Stuns England with Record 43...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં નવરાત્રિ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગની ઝુંબેશ: ૫૧ સ્ટોલને નોટિસ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 08:30 AM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રિ પર્વ દરમિયાન ખેલૈયાઓના આરોગ્યની સુરક્ષા માટે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત ૫૧ ખાણી-પીણીના સ્ટોલધારકોને નિયમોના ઉલ્લંઘન બદલ વહીવટી નોટિસ ફટકારવામાં આવી છે.

સુરત શહેરમાં નવરાત્રિ પર્વ દરમિયાન ખેલૈયાઓ અને શહેરીજનોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના જાણીતા ગરબા આયોજનો, પાર્ટી પ્લોટ્સ અને મ્યુનિસિપલ ફૂડ ફેસ્ટિવલમાં ધમધમતા ખાણી-પીણીના સ્ટોલ્સ પર ફૂડ સેફ્ટી ઓફિસરોએ આકસ્મિક દરોડા પાડી ગુણવત્તાની ચકાસણી હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરતા ૫૧ સ્ટોલધારકોને વહીવટી નોટિસ ફટકારવામાં આવી છે.

ફૂડ ઇન્સ્પેક્શન દરમિયાન ખાદ્યપદાર્થો રાંધતા અને પીરસતા તમામ કારીગરો માટે એપ્રોન, માથા પર કેપ અને હાથમાં ગ્લોવ્ઝ પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, તમામ સ્ટોલ પર સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા અને કચરાના યોગ્ય નિકાલની પણ સૂચના આપવામાં આવી છે.

જે સ્ટોલ સંચાલકો પાસે માન્ય ફૂડ લાયસન્સ નહોતું, તેમને સ્થળ પર જ હંગામી લાયસન્સ મેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમને તાત્કાલિક ધોરણે લાયસન્સ મેળવી લેવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી, જેથી ખાદ્ય સુરક્ષાના ધોરણો જળવાઈ રહે.
📲Get App