🔥 TRENDING Red बस का हुआ बुरा हाल #BREAKING : पति को सांप से डसवाकर मारा... श्री दुर्गा पूजा समिति ने सप्तमी पर मा... फर्रुखाबाद: फतेहगढ़ के शांतिनगर नवदिया... Headlines पत्रकारों, एक्टिविस्टों और सोशल मीडिया...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ડમ્પરની ટક્કરથી સગી બહેનનું મોત, બીજી ગંભીર રીતે ઘાયલ
Crime

સુરતમાં ડમ્પરની ટક્કરથી સગી બહેનનું મોત, બીજી ગંભીર રીતે ઘાયલ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 11:47 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અલથાણ-વેસુ રોડ પર કોચિંગ ક્લાસ જતી બે સગી બહેનોને ડમ્પરની ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નાની બહેન નેહાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે મોટી બહેન નિક્કી ઈજાગ્રસ્ત થઈ હતી.

સુરતના અલથાણ-વેસુ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કોચિંગ ક્લાસ જતી બે સગી બહેનોને પાછળથી આવેલા ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી નાની બહેન નેહા ખરવારનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું, જ્યારે મોટી બહેન નિક્કી ખરવારને ઈજાઓ પહોંચી હતી.

મૃતક નેહાના ભાઈ સંદીપ ખરવારના જણાવ્યા અનુસાર, બંને બહેનો મોપેડમાં પેટ્રોલ પુરાવવા માટે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરચાલક વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં બંને બહેનોને તાત્કાલિક વેસુ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર બાદ સ્થિતિ ગંભીર જણાતાં તેમને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ત્યાં પણ નાજુક સ્થિતિ જણાતાં અંતે પરિવારે તેમને અપોલો હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.

અપોલો હોસ્પિટલમાં તબીબોએ નેહાની ગંભીર ઈજાઓને કારણે તેનો પગ કાપવો પડશે તેમ જણાવી તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ, તમામ તબીબી પ્રયાસો છતાં નેહાનો જીવ બચાવી શકાયો ન હતો. હાલમાં મોટી બહેન નિક્કીની તબિયત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
📲Get App