🔥 TRENDING दुर्गा पूजा पंडाल हादसे में घायलों से... कोमल महंत जी सारे महंत समाज सहित श्री... एटा के मारहरा में युवाओं के लिए 18 अक्... Jammu & Kashmir Government Withdraws E... IPL 2027 Player Auction Set for Decemb... IPL 2027 player auction set for Dec 16...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લીલીયાના પૂંજાપાદર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં ૬ ઝડપાયા, રૂ. ૧૧,૮૫૦નો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 17 Oct 2026, 11:12 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા તાલુકાના પૂંજાપાદર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેર શેરીમાં જુગાર રમી રહેલા છ ઈસમોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૧૧,૮૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

લીલીયા તાલુકાના પૂંજાપાદર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેર શેરીમાં જુગાર રમી રહેલા છ ઈસમોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૧૧,૮૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસમાંથી મળતી વિગતો અનુસાર, નરેશભાઈ ઉર્ફે ટીલો રમેશભાઈ ભટ્ટ, મહેશભાઈ ઉર્ફે ગોગન મુકુંદભાઈ ભટ્ટ, અમીનભાઈ સતારભાઈ જેઠવા, રાજેન્દ્રભાઈ રમેશભાઈ મકવાણા, હાજાભાઈ ગુલાબભાઈ વાઘેલા તથા વાલજીભાઈ નારણભાઈ સુડાસમા નામના ઈસમો પૂંજાપાદર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેર શેરીમાં પૈસા-પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા.

દરમિયાન પોલીસે દરોડો પાડી આ તમામ ૬ ઈસમોને રોકડા રૂ. ૧૧,૮૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ મામલે લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સી. બી. ટીલાવત વધુ તપાસ ચલાવી રહ્યા છે.
📲Get App