🔥 ट्रेंडिंग શિહોરીમાં શ્રી શક્તિ માય મંડલ ગ્રુપ દ્... मानसून report দুর্গাপূজায় চরবাগানে পদপিষ্ট হয়ে ১৮... દેવભૂમિ દ્વારકામાં GRD જવાનોના ફરજના સ... कार्मिक हत्या में दो बिहारियों को हिरा... बीसीसीआई ने आईपीएल 2027 नीलामी की तिथि...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

વાગરાના જોલવા ગામે ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ અભિયાન હેઠળ ૧૩.૪ કિલો વિજયાવટી ગોળીઓ સાથે એક ઝડપાયો

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 17 अक्टू. 2026, 11:32 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લામાં ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ અભિયાન હેઠળ વાગરા તાલુકાના જોલવા ગામે એન્ટી નાર્કોટિક્સ વિંગે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક દુકાનમાંથી નશાકારક વિજયાવટી ગોળીઓનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ અભિયાન અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) દ્વારા વાગરા તાલુકાના જોલવા ગામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એલ. પટણીની આગેવાની હેઠળ કાર્યરત ANWની ટીમને બાતમી મળી હતી કે, જોલવા ગામમાં ફિલાટેક્સ ચોકડી પાસે પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ સામે આવેલી દેવ નારાયણ ટી કોર્નર નામની દુકાનમાં ગોવિંદ નામનો શખ્સ નશાકારક ગોળીઓનું વેચાણ કરી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે ગોવિંદ શંકર રેબારી (ઉંમર ૨૭), રહેવાસી જોલવા, તા. વાગરા, મૂળ રહેવાસી રાજસ્થાનને નશાકારક તરંગ વિજયાવટી ગોળીઓનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપી ગોવિંદે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે આ જથ્થો આર્થિક લાભ મેળવવાના હેતુથી દુધારામ નામના અન્ય એક રાજસ્થાની શખ્સ પાસેથી મંગાવ્યો હતો.

પોલીસે ઘટના સ્થળેથી કુલ ૧૩ કિલો ૪૦૦ ગ્રામ વિજયાવટી ગોળીઓ જેની કિંમત રૂપિયા ૬,૭૦,૦૦૦/- થાય છે, તેમજ એક મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- છે, મળી કુલ રૂપિયા ૬,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે દહેજ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી ગોવિંદની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સપ્લાયર દુધારામને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આ સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ ચાલુ છે.
📲Get App