🔥 ट्रेंडिंग बांका: पैर बाबू टोला में 170 वर्षों से... सर्वेक्षण में यूपी 2027 चुनाव में योगी... आज गवर्नर गोल्ड कप फाइनल में आकर्मन बन... दुष्यंत गौतम 19 अक्टूबर को सिक्किम के... सिक्किम के राज्यपाल ने पश्चिम बंगाल के... मिज़ोरम के सीएम लल्दुहोमा ने MIWAS, ई‑...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસામાં એક્ટિવા પર લઈ જવાતો ૧૦૦ કિલો ગૌમાંસ ઝડપાયું,ચાર આરોપીઓની ધરપકડ..
अपराध

મોડાસામાં એક્ટિવા પર લઈ જવાતો ૧૦૦ કિલો ગૌમાંસ ઝડપાયું,ચાર આરોપીઓની ધરપકડ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 अक्टू. 2026, 12:44 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા ટાઉન પોલીસે સાર્વજનિક રોડ પર પુલ પાસે એક એક્ટિવા પરથી આશરે ૧૦૦ કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

અરવલ્લીના-:
મોડાસા શહેરમાં ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.મોડાસા ટાઉન પોલીસ ટીમે સાર્વજનિક રોડ પર પુલ પાસે એક એક્ટિવા પરથી આશરે ૧૦૦ કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે આ જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચના બાદ અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી અને કતલ કરવાના ઇરાદે થતી પ્રવૃત્તિઓ પર વોચ રાખવામાં આવી રહી હતી.આ દરમિયાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરાયું હતું..

ગઈકાલે તા. ૧૧/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રે સાડા અગીયારેક વાગ્યાના સુમારે સાર્વજનિક રોડ પર પુલ પાસે એક એક્ટિવા ચાલક પ્લાસ્ટીકની થેલીઓ ભરીને પસાર થઈ રહ્યો હતો. થેલીઓમાંથી લાલ રંગનું પ્રવાહી નીકળતું જોઈ પોલીસને શંકા ગઈ હતી. પોલીસે એક્ટિવા ચાલકને રોકી તપાસ કરતાં થેલીઓમાં આશરે ૧૦૦ કિલો જેટલું પશુનું માંસ મળી આવ્યું હતું. પોલીસે એક્ટિવા ચાલક મુસ્તાક ગુલામનબી કુરેશી (ઉ.વ. ૪૦, રહેવાસી: બેલીમવાડા, કસ્બા વિસ્તાર, મોડાસા) ની ધરપકડ કરી હતી.પોલીસ દ્વારા પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી પ્રાથમિક તપાસ કરાવતાં આ ગૌમાંસ હોવાનું જણાયું હતું.આરોપી મુસ્તાક કુરેશીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે જહીરઅબ્બાસ આસીનમીયાં જાતે મલેક (રહેવાસી: પહાડપુર રોડ, બાગેનિશાદ સોસાયટી, મોડાસા) એ તેને આ ગૌમાંસ દાવલી ખાતે આવેલી સહારા મેવાત હોટલ અને સુનોખ ખાતેની મેવાતી હોટલ પર પહોંચાડવાનું કહ્યું હતું..

આ માહિતીના આધારે પોલીસે મુસ્તાક ગુલામનબી કુરેશી, માહીરઆઝાદ અયુબભાઇ જાતે મેવાતી (રહેવાસી: હોટલ સહારા મેવાતી, દાવલી), જિસાનભાઇ શાહુનભાઇ જાતે મેવ (રહેવાસી: હોટલ સહારા મેવાત, વાટડાં) અને અબ્રારભાઇ અલીહીમભાઇ જતે મેવાતી (રહેવાસી: હરીયાણા મેવાત, સુનોખ આશ્રમ) એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે જહીરઅબ્બાસ આસીનમીયાં જાતે મલેક નામનો આરોપી હાલ ફરાર છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,એસ.એસ.મલેક પોલીસ સબ ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભરતસિંહ માનસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સતિશકુમાર દીપસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાહુલકુમાર અરવિંદભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પ્રવિણસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રણવિરસિંહ રણજીતસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
📲Get App