🔥 TRENDING उत्तराखण्ड के राज्यपाल लेफ्टिनेंट जनरल... बीजेपी के अनुभवी नेता का टिकट काटा किसानों की सिंचाई समस्याओं के त्वरित स... जयपुर में मुख्यमंत्री भजनलाल शर्मा ने... બગસરા તાલુકામાં સમાવિષ્ટ કુલ ૯ સેજામાં... चांदपुर: ग्राम बास्ता में श्रीरामलीला...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત: છઠ પૂજા દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા ઉધના સ્ટેશન પર દેશનો બીજો સૌથી મોટો હોલ્ડિંગ એરિયા તૈયાર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 08:39 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ રેલવે દ્વારા છઠ પૂજા દરમિયાન સુરતથી વતન જતા પરપ્રાંતીય મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ઉધના રેલવે સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા ધરાવતો વિશાળ યાત્રી સુવિધા કેન્દ્ર (હોલ્ડિંગ એરિયા) તૈયાર કરાયો છે.

દિવાળી અને છઠ પૂજાના પવિત્ર પર્વ દરમિયાન સુરતથી પોતાના વતન જતા પરપ્રાંતીય મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025માં સુરતના ઉધના રેલવે સ્ટેશન પર થયેલી અફરાતફરી અને ભારે ધસારામાંથી બોધપાઠ લઈને રેલવે પ્રશાસને આ વર્ષે આગોતરું આયોજન કર્યું છે. ઉધના સ્ટેશનના પૂર્વ ભાગમાં અડધો કિલોમીટર લાંબો અને 36 મીટર પહોળો, દેશનો બીજા નંબરનો અને પશ્ચિમ રેલવેનો સૌથી મોટો વિશાળ યાત્રી સુવિધા કેન્દ્ર એટલે કે હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે.

આ નવા તૈયાર કરાયેલા હોલ્ડિંગ એરિયાની એકસાથે 15,000 મુસાફરોને આરામથી બેસાડી શકાય તેવી ક્ષમતા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લેટફોર્મ પર થતી ધક્કામુક્કી અને અફરાતફરીને અટકાવવાનો છે. તહેવારો દરમિયાન સુરત અને ઉધના સ્ટેશનો પરથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો અતિશય ઘસારો જોવા મળે છે, જેને નિયંત્રિત કરવા માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સમગ્ર વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવા માટે આ વિશાળ પરિસરને ત્રણ મુખ્ય ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પ્રથમ, પ્રી-ટિકિટિંગ એરિયા, જ્યાં મુસાફરોના પ્રવેશ અને પ્રારંભિક રાહ જોવાની વ્યવસ્થા છે. બીજું, ટિકિટિંગ એરિયા, જ્યાં ટિકિટ મેળવવા માટે સુવ્યવસ્થિત કતારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને ત્રીજું, પોસ્ટ-ટિકિટિંગ એરિયા, જ્યાં ટિકિટ લીધા બાદ મુસાફરો ટ્રેનના સમય સુધી આરામદાયક રીતે રોકાઈ શકે તેવી સુવિધા પૂરી પાડવામાં આવી છે.
📲Get App