🔥 ट्रेंडिंग मिर्जापुर: दुर्गा पूजा के कारण गांधी च... बिहार में धान की सरकारी खरीद 1 नवंबर स... ਮੌੜ ਮੰਡੀ ਵਿਖੇ 19 ਅਕਤੂਬਰ ਨੂੰ ਗਊ ਮਾਤਾ ਦੀ... केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया... दुर्गा पूजा शांतिपूर्ण संपन्न कराने हे... छुआपट्टी दुर्गा पूजा समिति ने फोरबिसगं...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોરીદ્રા શાળાના બે વિજ્ઞાન સંશોધન પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા

બોરીદ્રા શાળાના બે વિજ્ઞાન સંશોધન પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 17 अक्टू. 2026, 06:10 PM 👁 55
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લાકક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં બોરીદ્રા શાળાના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિ
રાજપીપળા ખાતે મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં બોરીદ્રા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ પરિષદમાં જિલ્લાભરમાંથી કુલ 87 વિજ્ઞાન સંશોધન પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી શ્રેષ્ઠ 10 પ્રોજેક્ટની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. આ 10 પસંદગી પામેલા પ્રોજેક્ટમાં બોરીદ્રા શાળાના વિદ્યાર્થીઓના બે વિજ્ઞાન સંશોધન પ્રોજેક્ટનો સમાવેશ થતાં શાળા પરિવાર અને સમગ્ર ગામમાં આનંદની લાગણી પ્રસરી છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ તેમની વૈજ્ઞાનિક વિચારસરણી, સંશોધનવૃત્તિ, સર્જનાત્મકતા અને શિક્ષકોના માર્ગદર્શનનું ગૌરવપૂર્ણ પરિણામ છે. જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષા સુધી પહોંચવાની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શિક્ષક પરિવાર, બોરીદ્રા દ્વારા બંને પ્રોજેક્ટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને કોટિ કોટિ વંદન સાથે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. સાથે જ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર શિક્ષકોને પણ અભિનંદન પાઠવી રાજ્યકક્ષાની સ્પર્ધામાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
બોરીદ્રા શાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ બની છે.
📲Get App