🔥 TRENDING आधार अपडेट करून घ्यावे कारण नंतर अडचण... લાઠી નજીક ST ડ્રાઈવરે જીવના જોખમે વિદ્... उन्नाव में बच्चों से भरी बस में लगी आग... કીમ-ઓલપાડ માર્ગ પર રખડતાં ઢોરનો ત્રાસ:... Faridabad Murder: Wife and Lover Arres... Sharvari Credits Sooraj Barjatya for N...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની મોટી કાર્યવાહી: ૮ કરોડનો મુદ્દામાલ જપ્ત
Crime

કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની મોટી કાર્યવાહી: ૮ કરોડનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Rameshbhai Ven 🗓 17 Oct 2026, 08:26 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભચાઉ અને રાપર તાલુકામાં ગેરકાયદેસર રેતી-ખનીજના ખનન અને પરિવહન સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કુલ ૮ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરી સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ભચાઉ અને રાપર તાલુકામાં ખનીજ માફિયાઓ સામે તંત્ર ત્રાટક્યું છે. જિલ્લા કલેક્ટરની સૂચનાના પગલે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉ, ભચાઉ અને રાપરના મામલતદારો તથા ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર ખનન અને પરિવહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહી દરમિયાન, રાપર તાલુકાના લોદ્રાણી ખાતે ખનન સ્થળેથી ૨ હિટાચી અને ૩ ટ્રક, રાપર ખાતેથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૧૩ ટ્રક, જાટાવાડા ખાતે ૧ ટ્રેક્ટર-કમ-લોડર, સુરજબારી ટોલ પ્લાઝા પરથી રોયલ્ટી વગરના ૪ ટ્રક અને ઓવરલોડ ૧૫ ટ્રક, તથા ભચાઉ તાલુકાના આઘોઈ ખાતેથી ૧ હિટાચી જપ્ત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે ૮ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઓવરલોડ વાહનો સામે આરટીઓની મદદથી સ્થળ પર જ કુલ ૩.૬૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. લોદ્રાણી ખાતે ગેરકાયદેસર ખનન અંગે આગળની કાર્યવાહી કરવા માટે ખાણ-ખનીજ વિભાગને સૂચના આપવામાં આવી છે. ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઑફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, ૨૦૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહનોનો કબજો સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
📲Get App