🔥 ट्रेंडिंग રાજકોટ રેન્જ પોલીસ ફાયરિંગ: ફરાર આરોપી... अल्लाहाबाद हाई कोर्ट ने यूपी के मेडिकल... उत्तर प्रदेश ने महावामि के लिए 19 अक्ट... शिलॉन्ग लाजोंग ने आक्रमण को हराकर गवर्... વિસનગર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.... इंडियन ओशन और कबीर कैफ़े करेंगे सिक्कि...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડબ્રહ્મા પોલીસે સજા વોરંટના આરોપીને રૂ. ૯૫,૦૦૦ દંડ અને ૨ વર્ષની કેદ સાથે ઝડપી પાડ્યો..
अपराध

ખેડબ્રહ્મા પોલીસે સજા વોરંટના આરોપીને રૂ. ૯૫,૦૦૦ દંડ અને ૨ વર્ષની કેદ સાથે ઝડપી પાડ્યો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 अक्टू. 2026, 12:40 AM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા પોલીસે નામદાર જ્યુ.ફ.ક. મેજીસ્ટ્રેટ કોર્ટના સજા વોરંટના આરોપી પ્રકાશકુમાર છોટાલાલ ઓડને રૂ. ૯૫,૦૦૦ દંડ અને બે વર્ષની સાદી કેદની સજા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક સાબરકાંઠાની સુચના બાદ કરવામાં આવી છે..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા પોલીસે સજા વોરંટના આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી લેવા માટે આપવામાં આવેલી સુચનાઓના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

ખેડબ્રહ્મા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ડોકટર કુલદીપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્કોડના માણસો આવા ઇસમોને પકડવા માટે સતત વોચમાં હતા.આ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મેવાભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી.બાતમીના આધારે ખેડબ્રહ્મા પોલીસે નામદાર જ્યુ.ફ.ક.મેજીસ્ટ્રેટ કોર્ટના સજા વોરંટ ક્રિમિનલ કેસ નંબર ૨૧૦૮/૨૦૨૩ ના આરોપી પ્રકાશકુમાર છોટાલાલ ઓડ,રહેવાસી ભાટવાસ, ખેડબ્રહ્મા,જીલ્લો-સાબરકાંઠાને નાગણેશ્વરી પેટ્રોલપંપ,ખેડબ્રહ્મા ખાતેથી ઝડપી પાડ્યો.આરોપીને કોર્ટ દ્વારા રૂ. ૯૫,૦૦૦ (અંકે પંચાણુ હજાર પુરા) દંડ અને બે વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી.ખેડબ્રહ્મા પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી કરીને ઝડપી પાડ્યો છે..

આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.વસૈયા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુનીલકુમાર કાન્તીભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર ગોવિંદભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિહ મહેન્દ્રસિહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મેવાભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિહ કીરીટસિહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.
📲Get App