🔥 ट्रेंडिंग Bidar news मंझिआंव थाना में दुर्गा पूजा शांतिपूर्... Delhi to Install 100,000 Smart Street... International Scientists Debate Abando... India's Aditya-L1 and Europe's Proba-3... सेक्टर-105 आरडब्ल्यूए की जिलाधिकारी मह...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

અંબાજી મંદિરમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે ભક્તોની ભારે ભીડ, મંગળા આરતીમાં હજારો ભક્તો જોડાયા

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 16 अक्टू. 2026, 03:18 PM 👁 20
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આસો નવરાત્રીના છઠ્ઠા દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.

આસો નવરાત્રીના પવિત્ર દિવસોમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાજીના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.

સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો. બીજા નોરતાથી લઈને આઠમ સુધી દરરોજ સવારે બે મંગળા આરતીનું આયોજન કરવામાં આવે છે. આમાંની એક આરતી ગર્ભગૃહમાં અને બીજી ઘટસ્થાપના પાસે કરવામાં આવે છે. ભટ્ટજી મહારાજ દ્વારા માતાજીની આરતી કરવામાં આવે છે.

રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવેલું અંબાજી મંદિર ભક્તિ અને આસ્થાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. સમગ્ર વાતાવરણ શ્રદ્ધાળુઓના જયઘોષથી ગુંજી રહ્યું હતું.
📲Get App